આઈઆઈટી બોમ્બેના હોસ્ટેલ રૂમમાં ઘૂસી ગઈ ગાય, ફોટો વાઈરલ

15 September, 2019 12:25 PM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

આઈઆઈટી બોમ્બેના હોસ્ટેલ રૂમમાં ઘૂસી ગઈ ગાય, ફોટો વાઈરલ

આઈઆઈટી બોમ્બેના કેમ્પસમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદો છતાંય સંસ્થા તરફથી કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર આને લગતો જ એક ફોટો વાઈરલ થયો છે. જેમાં એક ગાય હોસ્ટેલના રૂમમાં બેડ પાસે ઉભી રહેલી દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે આઈઆઈડી બોમ્બેના હોસ્ટેલના નંબર 3ના એક રૂમમાં ગાય ઘુસી ગઈ હતી અને સ્ટુડન્ટની અડધી બૂક પણ ખાઈ ગઈ.

આ ફોટોને કારણે આઈઆઈટી બોમ્બેમાં રખડતા પશુઓના વિવાદમાં ઘી હોમાયું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા આઈઆઈઆઈટી બોમ્બેના ક્લાસરૂમમાં ગાય ઘૂસી ગઈ હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આવી ઘટનાઓ અટકાવવા માટે IIT દ્વારા કેટલ કમિટી બનાવાઈ હતી.

IITના એક વિદ્યાર્થીનું કહેવું છે કે,'હોસ્ટેલની અંદર ગાય દેખાવી કે ગાયનું ફરવું એ કંઈ નવી વાત નથી. જો કે હોસ્ટેલના રૂમમાં ઘૂસીને બુક ખાઈ જવાની ઘટના બાદ હવે તો સંસ્થાએ જાગવું જ જોઈએ. જો કે કેમ્પસમાં ગાય જેટલો જ ત્રાસ કૂતરાઓનો પણ છે, જો કે ચર્ચા માત્ર ગાયની હાજરીની જ થાય છે. સંસ્થાએ આ મામલે પગલાં લેવા જરૂરી છે.'

mumbai news iit bombay national news offbeat news hatke news