યુવકના પેટમાંથી નીકળ્યા 8 ચમચા, 2 સ્ક્રૂ ડ્રાઇવર, 2 ટુથબ્રશ અને 1 ચાકુ

25 May, 2019 01:22 PM IST  |  હિમાચલ પ્રદેશ

યુવકના પેટમાંથી નીકળ્યા 8 ચમચા, 2 સ્ક્રૂ ડ્રાઇવર, 2 ટુથબ્રશ અને 1 ચાકુ

આ વ્યક્તિના પેટમાંથી નીકળી ચપ્પૂ સહિત કેટલીય લોખંડ અને સ્ટીલની વસ્તુઓ (તસવીર સૌજન્ય - ANI)

કેટલીકવાર એવા બનાવો બનતા હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. જો તમને કોઈ એમ કહે કે એક વ્યક્તિના પેટમાંથી લોખંડ અને સ્ટીલની કેટલીય મોટી અને અણીદાર વસ્તુઓ કાઢવામાં આવી છે તો તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પણ આ સત્ય છે. હિમાચલ પ્રદેશના ડૉક્ટર્સે ઑપરેશનમાં 35 વર્ષની વયના એક વ્યક્તિના પેટમાંથી 2 સ્ક્રુ ડ્રાઇવર સહિત 13 લોખંડ અને સ્ટીલની વસ્તુઓ બહાર કાઢી.

હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પેટમાં થતો હતો દુઃખાવો

ઘટના હિમાચલ પ્રદેશના મંડી શહેરની છે. શહેરના લાલ બહાદૂર શાસ્ત્રી સરકારી મેડિકલ સ્કૂલમાં એક વ્યક્તિને છેલ્લે ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેના પેટમાં અસહ્ય વેદના થઇ રહી હતી, અને તે દુઃખાવાને કારણે તડપી રહ્યો હતો.

પોતાનામાં જ છે દુર્લભ કેસ

લાલ બહાદૂર શાસ્ત્રી સરકારી મેડિકલ સ્કૂલના ડૉક્ટર્સે તેનું ઑપરેશન કર્યું અને તેના પેટમાંથી 8 ચમચા, 2 સ્ક્રૂડ્રાઇવર, 2 ટૂથબ્રશ અને 1 ચપ્પૂ બહાર કાઢ્યા. ડૉક્ટર્સના કહેવા અનુસાર આ પોતાનામાં જ એક દુર્લભ કેસ છે.

પેટમાં ઘન પદાર્થો હોવાની આશંકા

ઑપરેશન કરનાર ડૉક્ટર નિખિલે પેટમાંથી ચાકૂ સહિત અન્ય વસ્તુઓ કાઢવા બાબતે જણાવ્યું કે આ વ્યક્તિના પેટની અંદરની તપાસ બાદ ખ્યાલ આવ્યો કે ત્યાં કેટલીક ઘન વસ્તુઓ પડી છે. ત્યાર બાદ ઑપરેશન કરીને પેટમાંથી આ બધાં જ પદાર્થોને બહાર કાઢી લેવામાં આવ્યા.

આ પણ વાંચો : CWC બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામુ આપવા કરી રજૂઆત

તેમણે કહ્યું કે તે માનસિક સમસ્યાથી પીડાય છે કારણ કે કોઇપણ વ્યક્તિ ચમચો કે ચપ્પૂ ન ખાઇ શકે. આ એક વિચિત્ર કેસ છે.

offbeat news national news himachal pradesh