સોશ્યલ મીડિયા ટ્રેન્ડ માટે કન્યાઓ કરાવે છે,ઑક્ટોપસ લિપ્સ જેવી ફીલિંગ્સ

15 December, 2019 12:19 PM IST  |  Mumbai Desk

સોશ્યલ મીડિયા ટ્રેન્ડ માટે કન્યાઓ કરાવે છે,ઑક્ટોપસ લિપ્સ જેવી ફીલિંગ્સ

ફોટો પડાવતી વખતે પાઉટ કરવાનું ચલણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. સીધા ફોટોને બદલે પાઉટ સાથેના ફોટો પડાવવાનો યુવતીઓમાં જાણે કે એક ક્રેઝ ચાલ્યો છે. સોશ્યલ મીડિયા પર આજકાલ સૌથી વિચિત્ર કહી શકાય એવો ઑક્ટોપસ લિપ્સના નામે ઓળખાતા ડેવિલ લિપ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ડેવિલ લિપ્સથી લહેર જેવા વેવી પાઉટ કરી શકાય છે. આને માટે મહિલાઓ મેકઅપ કે લિપ ફિલર્સનો સહારો લે છે. આ વિચિત્ર લિપ્સના ટ્રેન્ડની શરૂઆત રશિયાથી થઈ હોવાનું મનાય છે, જે બ્રિટનમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રચલિત થઈ છે. જોકે ડૉક્ટરો અને નિષ્ણાતો આ પ્રયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે. આ ટેમ્પરરી પ્રક્રિયા છે જેમાં હોઠોમાં તરંગ જેવી ઇફેક્ટ લાવવા માટે ફિલર્સ ઇન્જેક્ટ કરવામાં આવે છે. જો અયોગ્ય રીતે ફિલર્સ ઇન્જેક્ટ કરવામાં આવે તો ફિલર્સ રક્તવાહિનીઓમાં અટકી જઈને બ્લૉકેજ પેદા કરે છે અને મહત્ત્વના સૉફ્ટ ટિશ્યુ મૃતઃપ્રાય બની જાય છે. લંડનસ્થિત કૉસ્મેટિક ડેન્ટિસ્ટ અને ફેશ્યલ ઍનેસ્થિસ્ટ ડૉક્ટરોના મતે હોઠના કુદરતી આકારને આ રીતે બદલવા યોગ્ય નથી, પરંતુ સુંદર દેખાવાનો ગાંડો શોખ ધરાવતા લોકો થોડા ઓછા જોખમી માર્ગનો ઉપયોગ કરીને ફોટોશૉપ કે મેકઅપથી પણ પોતાનો આ શોખ પૂરો કરે છે.

offbeat news