જ્વેલરી-ચોરના સગડ આપનારને ૩.૯૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું..

02 December, 2019 10:07 AM IST  |  Germany

જ્વેલરી-ચોરના સગડ આપનારને ૩.૯૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું..

આ ચોરી થયેલી જ્વેલરી માટે કરોડોનું ઈનામ જાહેર

જર્મન પોલીસે ડ્રેસ્ડેન સ્થિત સરકારી મ્યુઝિયમમાંથી અમૂલ્ય જ્વેલરીની લૂંટનો કેસ ઉકેલવામાં મદદ કરનારને ૫,૦૦,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩,૯૫,૨૯,૮૧૬ રૂપિયા ઇનામરૂપે આપવાની જાહેરાત કરી હતી. બોલો, જ્યારે દાગીના શોધવા બદલ આટલા રૂપિયાનું ઇનામ આપવાની વાત થઈ છે તો હકીકતમાં એ દાગીનાની ‌કિંમત કેટલી હશે?
વાત એમ છે કે ગયા સોમવારે ડ્રેસ્ડેનના રૉયલ પૅલેસના ગ્રીન વૉલ્ટ મ્યુઝિયમના કેટલાક ભાગોમાં ઇલેક્ટ્રિસિટી કાપીને બારીમાંથી ઘૂસી આવેલા લૂંટારાઓ ૧૮મી સદીના જર્મનીના શાસક રાજા ઑગસ્ટ ધ સ્ટ્રૉન્ગના વખતના અણમોલ હીરા-ઝવેરાત લઈને રફુચક્કર થઈ ગયા હતા. એ લૂંટારાઓને પકડવા અને ચોરાયેલા હીરા-ઝવેરાતને પાછું મેળવવામાં મદદરૂપ થઈ શકે એવી મહત્ત્વની માહિતી આપનારને ૫.૫૦ લાખ યુરોનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ચોરાયેલા ખજાનામાં ૪૯ કૅરેટના ભવ્ય હીરા ડ્રેસ્ડેન વાઇટ તેમ જ સેંકડો ઝીણા હીરા જડ્યા હોય એવા દાગીનાનો પણ સમાવેશ હતો. આ કેસમાં પોલીસ ચાર શંકાસ્પદોને શોધે છે. તેમને શોધવા માટે પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ પ્રસારિત કર્યાં છે. ફુટેજમાં એક આરોપી કુહાડી વડે મ્યુઝિયમનું એક ડિસ્પ્લે કેસ તોડતો દેખાય છે.

offbeat news hatke news