ખાતા-પીતા દોડવાની મૅરથૉન યોજાય છે ફ્રાન્સમાં

22 March, 2019 09:42 AM IST  |  ફ્રાન્સ

ખાતા-પીતા દોડવાની મૅરથૉન યોજાય છે ફ્રાન્સમાં

ખાતા-પીતા દોડવાની મૅરથૉન

ઓછામાં ઓછા સમયમાં ૪૨ કિલોમીટર દોડવાની મૅરથૉન તો વિશ્વના ખૂણે-ખૂણે યોજાય છે, પરંતુ ફ્રાન્સમાં દર વર્ષે આરામદાયી મૅરથૉનનું આયાજેન થાય છે. ડુ મેડોક નામની આ સ્પર્ધાના બે જ નિયમ છે : એક તો એ કે તમારે એમાં ફૅન્સી કપડાં પહેરીને દોડવાનું છે. નૉર્મલ કરતાં જરાક અળવીતરા દેખાવાનું અને બીજું, દોડ સાડાછ કલાકમાં પૂરી કરી દેવાની. એનો મતલબ એ કે જો તમે કલાકના સાત કિલોમીટર પણ દોડો તોય આરામથી મૅરથૉન પૂરી થઈ જાય. આ મૅરથૉનનો રસ્તો દ્રાક્ષના બગીચાઓ અને વાઇન બનાવતા સ્થાનિક વિસ્તારોમાં થઈને પસાર થાય છે. આ બગીચાઓ પાસે રોકાઈને સ્પર્ધકો વાઇન ટેસ્ટિંગ કરી શકે છે. રસ્તામાં બ્રેડ, ચીઝ, પનીર ટોસ્ટ, ફ્રૂટ્સ જેવી ચીજો પણ ખાવા મળે છે.

આ પણ વાંચો : આ ભાઈ સિંહના પગે મસાજ કરે છે, જિરાફને ચુમ્મી આપે છે

ખાવાનું ગજવામાં ભરીને ચગળતાં-ચગળતાં દોડવું હોય તો એનીયે છૂટ. જોકે છ કલાક અને ત્રીસ મિનિટે ફિનિશિંગ ગેટ બંધ થઈ જાય. તમારે સાડાછ કલાકમાં તમારી દોડ પૂરી કરી લેવાની. ૧૯૮૫ની સાલથી આ પ્રકારની દોડ યોજાય છે અને એનો હેતુ એ છે કે લોકો પ્રેશર વિના રમત-રમતમાં ૪૨ કિલોમીટરની મૅરથોડ દોડવાની મજા લઈ શકે.

france offbeat news hatke news