4 સાઇકલસવારો 1 સોફા ઊંચકીને ચાલ્યા

18 August, 2019 08:15 AM IST  |  ઈંગ્લેન્ડ

4 સાઇકલસવારો 1 સોફા ઊંચકીને ચાલ્યા

જુવાનીમાં લોકો કંઈ પણ જુગાડ કરતાં અચકાય નહીં. એ ભારત-ચીનના યુવાનો હોય કે બ્રિટનના. આ સાથે મૂકેલી તસવીર જોઈને તમે પણ આ વાત સાથે સહમત થશો. ઇંગ્લૅન્ડના લિન્કનશર ટાઉન પાસેના સ્કુન્થૉર્પ ટાઉન પાસેના રોડ પર ચાર ટીનેજર્સ એક ભારેખમ ફર્નિચર માથે ઊંચકીને જઈ રહ્યા છે. આ ટીનેજર્સ ચાલી નથી રહ્યા, પણ સાઇકલ પર છે. બે સાઇકલસવારોએ સોફાને વચ્ચેથી સપોર્ટ આપ્યો છે અને બાકીના બે જણાએ કિનારીએથી સોફા પકડી રાખ્યો છે. નજીકમાંથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે ચાર ટીનેજર્સના આ સાહસનો વિડિયો લીધો છે. બુધવારે ભરબપોરે તેમણે આ વિડિયો લીધો હતો અને આ કંઈ તેમણે પ્લાન કરેલો સ્ટન્ટ નહોતો. જૉર્ડન, નૅથન, એથન અને ઍડમ નામના ૧૬ વર્ષના ટીનેજર્સ ગામની બહાર ફરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિના આંગણામાં ભંગારની જેમ પડી રહેલો સોફા તેમણે જોયો.

આ પણ વાંચોઃ બાળક જ નહીં થાય એવું ડૉક્ટરો કહેતા હતા, પણ નૅચરલ ગર્ભધારણથી એકસાથે જન્મ્યાં ચાર બાળકો

જો આ સોફા માલિકને કામનો ન હોય તો ચાલો આપણે લઈ જઈએ એમ વિચારીને તેમણે બેલ મારીને ફર્નિચરના માલિકને પૂછ્યું અને ત્યાંથી ગ્રીન સિગ્નલ મળતાં તેમણે પોતાની રીતે જ સોફા ઊંચકી જવાનું નક્કી કર્યું. ચારેય પાસે પોતાની સાઇકલ હતી, પણ ભારેખમ સોફા લેવો હોય તો ટૅમ્પો જોઈએ. જોકે એમાંથી એકને વિચાર આવ્યો કે જો ચારેય મળીને સરખો ભાર વહન કરી લઈએ તો સાઇકલ પર જ આપણે પૈસા ખર્ચ્યા વિના જ એને ઘર સુધી પહોંચાડી શકીએ.

 

offbeat news hatke news