દુનિયાનો પ્રથમ કિસ્સો : મહિલાના શરીરમાંથી યુરિનને બદલે દારૂ નીકળે છે!

28 February, 2020 03:20 PM IST  |  Mumbai Desk

દુનિયાનો પ્રથમ કિસ્સો : મહિલાના શરીરમાંથી યુરિનને બદલે દારૂ નીકળે છે!

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની ૬૧ વર્ષની મહિલાના શરીરમાં દારૂ એટલે કે આલ્કોહૉલ બની રહ્યો છે. શરીરમાં એની મેળે આલ્કોહૉલ બનતો હોય એવું આ પહેલાં પણ કેટલાક કેસમાં જોવા મળ્યું છે, પરંતુ આ મામલામાં બ્લૅડરમાં આલ્કોહૉલ બને છે જે દુનિયાનો પહેલો કિસ્સો હોવાનું મનાય છે. વિશેષજ્ઞોના માનવા પ્રમાણે આ રેરેસ્ટ ઑફ ધ રેર કેસ છે જેને વિજ્ઞાનની ભાષામાં યુરિનરી ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ કહેવાય છે.

પિટ્‌સબર્ગ યુનિવર્સિટીની હૉસ્પિટલમાં આ મહિલા લિવર સોરાઇસિસ અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ સામે ઝઝૂમી રહી છે. તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું, પરંતુ તેને ડોનર ન મળવાને કારણે ટ્રાન્સપ્લાન્ટ થઈ ન શક્યું. મહિલાને આલ્કોહૉલ અબ્યુઝ ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવી છે.

યુનિવર્સિટી ઑફ પિટ્‌સબર્ગ મેડિકલ સેન્ટરમાં મહિલાની તપાસ કરવામાં આવી હતી જેમાં તમામ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી જેને કારણે ડૉક્ટર્સને શંકા ગઈ કે મહિલા દારૂનું સેવન કરતી હશે, પરંતુ તેણે આ વાત છુપાવી રાખી હશે. જોકે બ્લડ ટેસ્ટ કરતાં તેના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના લોહીમાં આલ્કોહૉલનું પ્રમાણ જરાય નથી. મહિલા ડાયાબિટીઝની દર્દી હોવાને કારણે તેના યુરિનમાં શુગરનું પ્રમાણ વધારે મળ્યું હતું. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મહિલાના બ્લૅડરમાં મોટી માત્રામાં યીસ્ટ જમા થઈ ગયું છે જે શુગર (ગ્લુકોઝ)ને ઇથેનોલમાં બદલી રહ્યું છે.

international news offbeat news united states of america