૧૬ વાર હાર્યા પછી ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવાની તૈયારીમાં છે ફક્કડબાબા

17 March, 2019 09:28 AM IST  |  મથુરા

૧૬ વાર હાર્યા પછી ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવાની તૈયારીમાં છે ફક્કડબાબા

17મી વખત ચૂંટણી લડશે ફક્કડ બાબા

મથુરાના ફક્કડબાબાએ ૧૯૭૬ની સાલથી દર વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. તે આઠ વાર વિધાનસભા અને આઠ વાર લોકસભા એમ કુલ ૧૬ વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને દરેક વખતે જબરદસ્ત હાર મળી હોવા છતાં ફક્કડબાબાનો હોંસલો કમ નથી થયો. બાબાનું કહેવું છે કે તેમના ગુરુના કહેવા મુજબ જ્યારે તેઓ ૨૦મી વાર ચૂંટણી લડશે ત્યારે જરૂર જીતશે. એ જ કારણોસર ૨૦૧૯ના લોકસભા ઇલેક્શનમાં પણ તેઓ ઊભા રહેવાના છે. બાબાનું કહેવું છે કે કદાચ આ વખતે પણ હું નહીં જીતું, પણ મારે એની ચિંતા નથી કરવાની. બાબાના ભક્તોએ તેમના માટે ૨૫,૦૦૦ રૂપિયાનું ભંડોળ ઊભું કર્યું છે જેનાથી તેઓ ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ રીંછને પોતાના હાથથી સ્ટ્રૉબેરી ખવડાવતી આ મહિલા કોણ છે?

ફક્કડબાબાની જેમ ચૂંટણી લડવાનો ચસકો જોગિન્દર સિંહ ઉર્ફે‍ ધરતી પકડ નામના ભાઈને પણ હતો. ૧૯૬૨થી ૧૯૯૮ સુધીમાં તે પચીસ વાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે દરેક વખતે તેઓ હાર્યા હતા. જોકે ૧૯૯૮માં તેમનું મૃત્યુ થતાં આ સિલસિલો અટકી ગયો. જોગિન્દર તેમની હાર પછી લોકોને સૂકો મેવો અને દ્રાક્ષ વહેંચીને મોં મીઠું કરાવતા હતા.

Election 2019 offbeat news hatke news