ફ્રાન્સ: બર્ફીલાં શિલ્પોની સ્પર્ધામાં રજૂ થયાં છે આશ્ચર્યજનક શિલ્પો

19 January, 2019 11:12 AM IST  | 

ફ્રાન્સ: બર્ફીલાં શિલ્પોની સ્પર્ધામાં રજૂ થયાં છે આશ્ચર્યજનક શિલ્પો

બરફના શિલ્પો

હાલમાં ફ્રાન્સના વેલોરમાં દર વર્ષે આઇસ-સ્કલ્પ્ચરની સ્પર્ધા યોજાય છે. તાજેતરમાં એની ૨૮મી સીઝન ચાલી રહી છે.

આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી લગભગ વીસ શિલ્પકારોએ પોતાની બર્ફીલી કૃતિઓ રજૂ કરી છે.

એક રશિયન શિલ્પકારે સપનામાં ઊડતા હો એવી કલ્પનાને બરફમાં સાકાર કરી છે. ડેન્માર્કના એક શિલ્પકારે ફૅન્ટસીના ઘોડાપૂરને બરફમાં કોતર્યું છે, જ્યારે યુક્રેનના એક શિલ્પકારે ઇન્ટરનેટ માટેના પ્રેમને બરફમાં કંડાર્યું છે.

offbeat news