24 વર્ષની આ ફિટનેસ ટ્રેઇનર દિવસમાં લગભગ 16 વાર ઊંઘમાં સરી પડે છે

31 May, 2019 09:23 AM IST  |  ઈંગ્લેન્ડ

24 વર્ષની આ ફિટનેસ ટ્રેઇનર દિવસમાં લગભગ 16 વાર ઊંઘમાં સરી પડે છે

ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડ શહેરમાં રહેતી બેલેલ હટ નામાની ૨૪ વર્ષની છોકરી ફિટનેસની બાબતમાં જબરી ચોક્કસ છે અને જીમમાં ભલભલા લોકોને ફિટનેસની ટ્રેઇનિંગ આપે છે. જોકે ફિઝિકલી ફિટ હોવા છતાં એક વિચિત્ર અને રૅર બીમારીને કારણે તે ગમે ત્યારે ઊંઘમાં સરી પડે છે. સ્કૂલમાં પણ તે વારેઘડીએ સૂઈ જતી હતી અને એને કારણે તેને અનેક વાર ટીચર્સની વઢ ખાવી પડતી. જોકે તે ૧૭ વર્ષની થઈ ત્યારે તેની આ સમસ્યાનું ખરું નિદાન થયું.

ડૉક્ટરોનું કહેવું છે કે તેને નાર્કોલેપ્સી નામની બીમારી છે. એને કારણે તે અચાનક જ ઊંઘમાં સરી પડે છે. બેઠાં-બેઠાં જ તેને સ્લીપ પૅરૅલિસિસ થઈ ગયો હોય એવું થાય છે. તે બહુ જાગ્રત રહેવાની કોશિશ કરે તો તેને નજર સામે આભાસી ચિત્રો દેખાવાં લાગે છે એને કારણે બીજા લોકોને લાગે છે કે કદાચ તેણે દારૂ પીધો હોવાથી નશો ચડી ગયો છે. કોઈકની સાથે વાતચીત ચાલતી હોય કે ઇવન કસરત શીખવતી હોય ત્યારે પણ તે અચાનક ઊંઘમાં સરી પડતી હોવાથી જ્યાં બેઠી કે ઊભી હોય ત્યાં સાઇડમાં જઈને ઝોકાં ખાવાં લાગે છે.

આ પણ વાંચોઃ બાળકને પહેલી વાર હૉસ્પિટલથી ઘરે લાવવામાં કપલ બાળકને ટૅક્સીમાં જ ભૂલી ગયું

આમ વારંવાર ઝોકાં ખાતી હોવાથી બૉયફ્રેન્ડ્સ પણ તેને છોડીને જતા રહ્યા છે. તેણે ઊંઘની તકલીફ માટે એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું છે. એમ કરવાથી તેની નૅપિંગની ફ્રીક્વન્સી ઘટી છે, પણ હજીયે દિવસમાં લગભગ સોળેક વાર તેને ઊંઘના અટૅક આવે જ છે.

offbeat news hatke news england