ઊડતાં કબૂતરોની વચ્ચે પર્ફેક્ટ ફોટો કઈ રીતે પડે છે એ જાણો છો?

22 September, 2019 10:49 AM IST  |  મુંબઈ ડેસ્ક

ઊડતાં કબૂતરોની વચ્ચે પર્ફેક્ટ ફોટો કઈ રીતે પડે છે એ જાણો છો?

પર્ફેક્ટ પિક્ચર્સ આ રીતે થાય છે ક્લિક

થાઇલૅન્ડના ચિઆન્ગ માઇના શહેરમાં થા પી ગેટ પાસે પંખીઓ ચણવા એકત્ર થતા હોય છે. આ ઇન્સ્ટાગ્રામ પિક્ચર પર્ફેક્ટ પ્લેસ છે જ્યાં કિલ્લાની પાસે ઊભા રહીને અનેક લોકો ઊડતાં પંખીઓની વચ્ચે ફોટોગ્રાફ ખેંચે છે. અલબત્ત, આ જગ્યાએ તમને પર્ફેક્ટ ફોટો ક્લિક થઈ શકે એ માટે ખાસ મહેનત કરવી પડે છે. આ જગ્યાએ બાલીમાં જે ગેટ્સ ઑફ હેવન છે એવી જ ઇન્સ્ટાગ્રામ હૉટસ્પૉટ ડેવલપ થઈ છે. ખાસ કરીને સુંદરીઓ અહીં સફેદ રંગના પંખીઓ ઊડતા હોય એની વચ્ચે પોઝ આપીને ઊભી રહેતી હોય છે. પંખીઓ એક સાથે ઊડવા લાગે અથવા તો ઊડીને આસપાસમાં ચણવા લાગે એ માટે ખાસ એક જાડી બાઈ ત્યાં આખો દિવસ તહેનાત હોય છે. જાડી બાઈ હાથમાં ફ્લૅગ જેવું લઈને ઊભી રહે છે અને સહેલાણીઓ ચોક્કસ જગ્યાએ ઊભી રહી જાય એ પછીથી જાડી બાઈ હાથમાંના ફ્લૅગને ફરકાવીને પંખીઓને એક સાથે ઉડાડી મૂકે છે અને એ જ વખતે પ્રોફેશનલ ફોટોગ્રાફર પાંચ-‌દસ ક્લિક્સ મારી લે છે જેમાંથી એકાદ તો ઇન્સ્ટાગ્રામ પર્ફેક્ટ પિક્ચર નીકળી આવે છે. તમે માનશો નહીં, પણ પંખીઓને બેસાડવા અને ઉડાડવાના કામમાંથી પણ આ જાડી બાઈ મજાનું કમાઈ લે છે.

offbeat news