આંધ્ર પ્રદેશમાં દેશનું પહેલું દિશા મહિલા પોલીસ-સ્ટેશન ખૂલ્યું

10 February, 2020 12:12 PM IST  |  Mumbai Desk

આંધ્ર પ્રદેશમાં દેશનું પહેલું દિશા મહિલા પોલીસ-સ્ટેશન ખૂલ્યું

દેશમાં એક તરફ મહિલાઓ પરના અત્યાચાર વધી રહ્યા છે ત્યારે આંધ્ર પ્રદેશ સરકારે મહિલાની સુરક્ષાને લઈને એક પહેલ કરી છે. આંધ્ર પ્રદેશમાં રાજમુંદરીમાં દેશનું પહેલું ‘દિશા’ મહિલા પોલીસ-સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ કર્યું હતું. રાજ્યમાં ૧૮ દિશા પોલીસ-સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. દિશા પોલીસ-સ્ટેશન અને દિશા કન્ટ્રોલરૂમ ૨૪ કલાક કામ કરશે. આને માટે ૫૨ પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

તેલંગણમાં ગયા વર્ષે એક બળાત્કારી પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી, જેના નામ પર આ પોલીસ-સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં છે. દિશાના કેસ પછી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને દિશા ઍક્ટ લાવવાની વાત કરી હતી, જેમાં આરોપીને ૨૧ દિવસની અંદર સજા આપવા માટેનો કાયદો ઘડવામાં આવશે. આંધ્ર સરકારે એ.પી. દિશા ઍક્ટ, ૨૦૧૯ પસાર કરીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કર્યો છે.

દિશા પોલીસ-સ્ટેશનમાં ફૉરેન્સિક લૅબ અને વિશેષ અદાલત પણ હશે. આ કોર્ટમાં ૨૧ દિવસમાં કેસની સુનાવણી પૂરી કરવામાં આવશે. આંધ્ર પ્રદેશમાં દિશા ઍપ પણ શરૂ કરવામાં આવશે.

andhra pradesh national news offbeat news