ડેન્માર્કમાં છે યુએફઓનો આભાસ કરાવે એવી રેસિડેન્શ્યલ કૉલોનીઓ

26 October, 2019 10:38 AM IST  |  ડેન્માર્ક

ડેન્માર્કમાં છે યુએફઓનો આભાસ કરાવે એવી રેસિડેન્શ્યલ કૉલોનીઓ

યુએફઓનો આભાસ કરાવે એવી રેસિડેન્શ્યલ કૉલોનીઓ

અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ એટલે કે યુએફઓ દાયકાઓથી કુતૂહલનો વિષય રહ્યો છે. હાલમાં ડેન્માર્કની રાજધાની કૉપનહેગનના બ્રૉન્ડબી વિસ્તારમાં આવેલી એક કૉલોની યુએફઓ પૅટર્ન માટે ચર્ચામાં આવી છે.

આમ તો આ કૉલોની ૧૯૬૪ની સાલમાં ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ હાલમાં એની હવાઈ તસવીરો વાઇરલ થઈ હોવાથી એ એલિયનોની વસ્તી તરીકે ઓળખાવા લાગી છે. અહીંના ઘરો મોટા ભાગે પર્યટકોના રહેવા માટે બનાવામાં આવ્યા છે જેથી અહીં લોકો રજાના દિવસો મનાવી શકે. અલબત્ત, આ ઘરો મહિનાના ભાડાપેટે અપાય છે અને ભાડું લગભગ ૧૧૮ ડૉલર એટલે કે ૧૦,૦૦૦ રૂપિયા જેટલું હોય છે.

આ પણ વાંચો : બે બિલાડીઓએ લૅન્ડસ્લાઇડિંગ વખતે આ કપલનો જીવ બચાવી લીધો

ગાર્ડન સિટીનું ડિઝાઇનિંગ ઍરિક માયગિન્ડ નામના આર્કિટેક્ટે તૈયાર કર્યું છે. એમાં ગોળાકાર કૉલોનીઓ છે અને દરેક કૉલોનીમાં ૧૬ ઘર છે.

denmark offbeat news hatke news