30 વર્ષ પહેલા 200 લોકોની વસ્તીવાળા ગામમાં હવે 1 જ વ્યક્તિ,છતાં એકલો નથી

09 September, 2019 06:53 PM IST  | 

30 વર્ષ પહેલા 200 લોકોની વસ્તીવાળા ગામમાં હવે 1 જ વ્યક્તિ,છતાં એકલો નથી

રશિયાની સીમમાં આજથી 30 વર્ષ પહેલા ડોબરૂસા ગામમાં આશરે 200 લોકો રહેતા હતા. પરંતુ હવે આ ગામમાં એક જ વ્યક્તિ રહે છે. માનવામાં આવી રહ્યું થે કે સોવિયત સંઘના ટૂટવાથી આ ગામ તમામ લોકો આસ-પાસના શહેરોમાં જતા રહ્યાં હતા તો કેટલાક લોકોના મોત થયા હતા. આ કારણસર હવે ગામમાં માત્ર 1 જ વ્યક્તિ બચ્યો છે પરંતુ તેની રહેણી-કરણીની રીતો જાણીને તમે હેરાન થઈ જશો.

અહી અંતે માત્ર 3 લોકો બચ્યા હતા જેમાંથી એક દંપતિ જેના અને લિડાની ગત ફેબ્રુઆરીમાં નિધન થયું હતું. હવે આ ગામમાં માત્ર 1 વ્યક્તિ ગરિસા મુનટેન રહે છે. ગરિસા ભલે એકલા રહેતા હોય પરંતુ તેમની સાથે ઘણા જીવો જીવે છે. આ ગામમાં ગરિસા સાથે 5 કૂતરા, 9 ટર્કી પક્ષી, 2 બિલાડી, 42 મુર્ગી, 120 બતક, 50 કબૂતર અને હજારોની સંખ્યામાં મધમાખીઓ સાથે રહે છે.

આ પણ વાંચો: પત્ની બે સીટ પર લંબાવીને સૂઈ ગઈ ને પતિ છ કલાક ઊભો રહ્યો

ગરિસા મુનટેને આ વિશે વાત કરતા કહ્યું હતું કે, આ ગામમાં આશરે 50 ઘર હતા પરંતુ તેમાં મહત્તમ લોતો સોવિયત સંઘના ટૂટવાથી શહેર મલડોવા, રૂસ અને પછી યૂરોપમાં જઈને વસ્યા હતા. મુનટેનનું કહેવું છે કે તેમને એકલા રહેવું ઘણું પરેશાન કરે છે. મુનટેને પોતાની એકલતા દૂર કરવા માટે ખાસ ઉપાય અપનાવ્યો હતો. 65 વર્ષીય ગરિસા મુનટેન અનુસાર પહેલા ગામમાં બીજી બાજુ જેના અને લિડા લોજિંસ્કી રહેતા હતા અને તે ક્યારેક મળીને કે ફોન પર વાત કરી લેતા પરંતુ તેમની મોત પછી તે એકલા રહી ગયા છે.

gujarati mid-day hatke news offbeat news