તમારા વતી ફોન પર ઝઘડો કરવા માટે પણ હવે પ્રોફેશનલ ઝઘડાખોર રાખી શકશો

10 May, 2019 08:56 AM IST  |  ચીન

તમારા વતી ફોન પર ઝઘડો કરવા માટે પણ હવે પ્રોફેશનલ ઝઘડાખોર રાખી શકશો

પ્રતીકાત્મક તસવીર

અલીબાબાની શૉપિંગ વેબસાઇટ તાઓબાઓ પર એક નવી સર્વિસ શરૂ થઈ છે જેમાં હવે તમે તમારા વતી આર્ગ્યુમેન્ટ કરવા માટે પણ બીજી કોઈ પ્રોફેશનલ વ્યક્તિને હાયર કરી શકો છો. જો તમને એવું લાગતું હોય કે ઝઘડો કરવામાં તમે હાજરજવાબી નથી તો આ સર્વિસ અંતર્ગત તમને એ માટેની પ્રોફેશનલ હેલ્પ મળી શકે છે. ચીનમાં તમારે કોની સાથે ઑનલાઇન, મોબાઇલ પર કે મેસેજ-ચૅટિંગમાં ઝઘડો કરવો હોય તો આ સર્વિસ કામની છે. એ માટે બુકિંગ કરતાં પહેલાં જ સ્પષ્ટતા કરી લેવામાં આવે છે. ૧૦ મિનિટના કૉલમાં આર્ગ્યુમેન્ટ કરવાની છે કે પછી આખો દિવસ ફોન કરીને અથવા તો મેસેજ દ્વારા તમારે સ્ટ્રૉન્ગ પૉઇન્ટ રજૂ કરવાનો છે એ મુજબ ફી લેવાય છે. ૨૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીના ચાર્જિસ થઈ શકે છે.

આ પણ વાંચોઃ આ સિંહભાઈશ્રીની સ્કિન-કૅન્સરની સારવાર ચાલી રહી છે

આ સર્વિસ બાબતે કેટલાક વકીલોને મૂંઝવણ છે. તેમનું કહેવું છે કે જ્યારે દલીલો અને ઝઘડા થાય ત્યારે બે વ્યક્તિઓએ એકમેકને જે સંભળાવ્યું એ માટે કોને જવાબદાર ઠેરવવાના? ઝઘડો કરવા માટે હાયર થયેલી વ્યક્તિને કે તેને હાયર કરનાર કસ્ટમરને?

offbeat news hatke news