મતદાન જાગૃતિ માટે આ ભાઈએ બનાવ્યું સોના-ચાંદીનું ટચૂકડું EVM મશીન

04 April, 2019 08:41 AM IST  |  કોઈમ્બતૂર

મતદાન જાગૃતિ માટે આ ભાઈએ બનાવ્યું સોના-ચાંદીનું ટચૂકડું EVM મશીન

સોનાાંથી બન્યું છે આ ઈવીએમ

ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ પોતાને મત આપવા માટે લોકોને રિઝવી રહી છે. એવામાં તામિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા રાજા નામના એક ભાઈએ મતદાન કરવા માટેની જાગૃતિ માટે અનોખો પ્રયત્ન કર્યો છે. તેમણે સોના અને ચાંદીમાંથી એક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તૈયાર કર્યું છે. આ મશીનની બૅલેટ શીટમાં ઉમેદવારના નામ નહીં, પણ કુલ ૧૮ રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રતીકો તૈયાર કર્યાં છે. ૧ ગ્રામ ચાંદી અને ૩૦૦ મિલીગ્રામ સોનું વાપરીને મિનીએચર ચૂંટણી પ્રતીકોની રૅપ્લિકા બનાવી છે. એ ઉપરાંત તેમણે એક કમ્પાસ પણ બનાવ્યો છે જેમાં એક પેન્સિલ લાગેલી છે અને પેન્સિલમાં એક માણસનું ચિત્ર કોતરવામાં આવ્યું છે જે આંગળી બતાવીને પોતે મત આપ્યો છે અને તમે મત આપો એવી અપીલ કરી રહ્યો છે. 

આ પણ વાંચોઃ કમાલની કલાકારી : આ બહેન બન્ને હાથે એક સાથે દોરે છે અલગ-અલગ ચિત્રો

રાજાએ આ પહેલાં મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ જેવી વિભૂતિઓની આકૃતિ મીણબત્તી પર કોતરીને તેની કળાનો પરચો આપ્યો હતો. આ વખતે તેણે લોકોનું ધ્યાન ચૂંટણી અને મતદાન તરફ જાય એ માટે પ્રયત્ન કર્યો છે.

offbeat news hatke news Election 2019