એક સમયના વિશ્વના સૌથી ઊંચા 7 ફુટ 9 ઇંચના ટીનેજરને આખરે નોકરી મળી

03 July, 2019 09:00 AM IST  |  મિશિગન

એક સમયના વિશ્વના સૌથી ઊંચા 7 ફુટ 9 ઇંચના ટીનેજરને આખરે નોકરી મળી

સૌથી ઊંચા 7 ફુટ 9 ઇંચના ટીનેજરને આખરે નોકરી મળી

અમેરિકાના મિશિગનમાં રહેતો બ્રોક બ્રાઉન જ્યારે ટીનેજમાં હતો ત્યારે તેની હાઇટને કારણે વિશ્વનો સૌથી ઊંચો ટીનેજર હોવાનું બહુમાન તેના નામે હતું. અલબત્ત, આ બહુમાન જીવના જોખમને સાથે લેતું આવેલું. સોટોસ સિન્ડ્રૉમ નામની જન્મજાત રેર જીનેટિક બીમારીને કારણે તેનું શારીરિક કદ અસામાન્ય હદે વધી રહ્યું હતું. આ રોગને સેરિબ્રલ જાયજેન્ટિઝમ પણ કહેવાય છે. બ્રોક જ્યારે નર્સરીમાં હતો ત્યારે તેની હાઇટ પાંચ ફુટ બે ઇંચ હતી.

તેની આ સમસ્યાને કારણે ટીનેજથી વધુ જીવી નહીં શકે એવી ભવિષ્યવાણી તેના ડૉક્ટરોએ કરી હતી. જોકે બ્રોકભાઈ એ તમામ સંભાવનાઓને ખોટી પાડીને અત્યારે બાવીસ વર્ષના થઈ ચૂક્યા છે. મોતને માત આપ્યા પછી પણ તેનું જીવન સરળ નથી. હાઇટ અને વજનને કારણે તેને કપડાંથી માંડીને તમામ ચીજો કસ્ટમ મેડ જોઈએ છે. જાયન્ટ કદ અને વજનને કારણે તેને ડાયાબિટીઝ ને કિડનીની સમસ્યા થઈ ચૂકી છે અને હાડકાં પર વધુ વજન આવતું હોવાથી તેને ચાલવામાં પણ તકલીફ પડે છે.

આ પણ વાંચો : આ ડૉક્ટરે નોકરીના પહેલા જ દિવસે દર્દીના કાનમાંથી જીવતી ગરોળી કાઢી 

એમ છતાં તેને મનગમતી નોકરી કરીને પગભર થવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલાં જ તેને એક સ્પોર્ટ્‍‍સ સેન્ટરમાં કામ મળ્યું છે. ભવિષ્યમાં તેને પોતાની રેસ્ટોરાં પણ ખોલવી છે. જોકે તેના જાયન્ટ કદ સાથે હરવાફરવાનું બહુ મુશ્કેલ છે એટલે તેના પરિવારજનોને બહુ ચિંતા રહે છે. ઘરમાં પણ તેના બેસવા માટે જાયન્ટ કદનું ફર્નિચર બનાવવું પડે છે. જો તે પરિવારજનો માટેના સોફા પર બેસે છે તો સોફો પણ ટચૂકડો લાગે છે. 

michigan offbeat news hatke news