મેચના આગલા દિવસે મેદાનની બાઉન્ડ્રી લાઈનનું દોરડું ચોરાયું !

31 August, 2019 12:22 PM IST  |  ઈંગ્લેન્ડ

મેચના આગલા દિવસે મેદાનની બાઉન્ડ્રી લાઈનનું દોરડું ચોરાયું !

ચોંકાવનારું કે આશ્ચર્યજનક

ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડમાં ક્રિકેટને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડમાં એક ક્લબ ક્રિકેટ મેચના આગલા દિવસે બાઉન્ડ્રી લાઈનનું દોરડું જ ચોરાઈ ગયું. મેચના આગલા દિવસે ઈંગ્લેન્ડના મેદાન પરથી બાઉન્ડ્રી લાઈનનું દોરડું જ ચોરાઈ ગયું. સવારે જ્યારે મેચ પહેલા ગ્રાઉન્ડમનને આ વાતની જાણ થઈ તો તે ચોંકી ઉઠ્યો.

ઘટના એવી હતી કે નોર્થલિંકનશાયર ક્રિકેટ ક્લબના મેદાનની બાઉન્ડ્રી લાઈનનું લગભગ 300 મીટર લાંબુ દોરડું કોઈ ચોરી ગયું. આ મેદાનની એક તરફ ઝાડીઓ છે. ત્યાંથી જ કેટલાક ચોર મેદાનમાં આવ્યા અને અંધારાનો લાભ લઈને દોરડું ચોરી ગયા. બીજી તરફ આ મદાનમાં સવારે મેચ રમાવાની હતી. પરંતુ સવારે દોરડું ન મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

મેદાનમાંથી બાઉન્ડ્રી લાઈનનું દોરડું ચોરાયા બાદ બ્રિટન ટાઉન ક્રિકેટ ક્લબે મેચ દરમિયાન બાઉન્ડ્રી લાઈન પર ઝંડા લગાવ્યા અને મેચ શરૂ કરાવી. આ દોરડાની કિંમત 700 પાઉન્ડ એટલે કે લગભગ 62 હજાર રૂપિયા થવા જાય છે. ક્રિકેટ ક્લબના સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે ઘટના એટલે દૂર બની છે કે ચોરના ચહેરા નથી દેખાઈ રહ્યા.

આ પણ વાંચોઃ પતિ વાંચ-વાંચ કરે છે, એટલે પત્નીએ કહ્યું,'મને છૂટાછેડા આપો'

જો કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સફેદ વાનમાં કેટલાક લોકો આવે છે. જે દોરડું ભેગુ કરે છે. ઈંગ્લેન્ડ મીડિયાને અપાયેલા નિવેદનનમાં ક્લબના કમ્યુનિકેશન મેનેજરે કહ્યું છે કે આ ચોંકાવનારી બાબત છે.

offbeat news hatke news sports news great britain