પતિ વાંચ-વાંચ કરે છે, એટલે પત્નીએ કહ્યું,'મને છૂટાછેડા આપો'

31 August, 2019 10:54 AM IST  |  ભોપાલ

પતિ વાંચ-વાંચ કરે છે, એટલે પત્નીએ કહ્યું,'મને છૂટાછેડા આપો'

પ્રતીકાત્મક તસવીર

હજી કેટલાક દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા, એક પત્નીએ પોતાના પતિના વધુ પડતા પ્રેમથી કંટાળીને છૂટાછેડા માગ્યા. હવે આવો જ એક બીજો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ વખતે પણ એક પત્નીએ પોતાના પતિ પાસેથી છૂટાછેડાની માગ કરી છે. અહીં પણ કારણ જાણીને તમે ચોંકી જશો. આ મહિલાને છૂટાછેડા એટલા માટે જોઈએ છે કારણ કે તેનો પતિ UPSCની તૈયારીમાં ખૂબ જ ધ્યાન આપી રહ્યો છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેના તરફ ધ્યાન જ નથી આપતો.

ભોપાલ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સામે કાઉન્સેલિંગ દરમિયાન આ મહિલાએ કહ્યું કે તેનો પતિ રૂમ બંધ કરીને પરીક્ષાની તૈયારી જ કર્યા કરે છે. કેટલીકવાર એ વાંચવામાં એટલો ખોવઆઈ જાય છે કે આખો આખો દિવસ પત્ની સાથે વાત નથી કરતો. પત્નીનું કહેવું છે કે તેણે પતિને ઘણીવાર શોપિંગ કરવા, ફિલ્મ જોવા અને બહાર ફરવા જવા કહ્યું પરંતુ તેનો પતિ તેની આ માગ પર ધ્યાન નથી આપતો. એટલું જ નહીં તેઓ પોતાના સગા સંબધીને ઘરે પણ નથી જતા. મહિલાનું કહેવું છે, તે પિયર જાય તો પણ તેનો પતિ તેને ફોન થી કરતો.

મહિલાનું કહેવું છે કે તેના લગ્નને બે વર્ષ થઈ ચૂક્યા છે. પણ પતિ ફક્ત કોચિંગ અને તૈયારી પર જ ધ્યાન આપે છે. મારા માટે પતિનું હોવું ન હોવું બરાબર જ છે. મહિલાના કહેવા પ્રમાણે તે મુંબઈની છે. અને તેના કોઈ સંબંધી પણ ભોપાલમાં નથી કે તે પોતે ફ્રેશ થઈ શકે. મહિલાનું કહેવું છે કે એકલા જીવીને તે હવે કંટાળી ચૂકી છે.

પતિને નથી કોઈ ફરિયાદ

કાઉન્સેલર નુરાન્નિશા ખાને જ્યારે તેના પતિને કાઉન્સેલિંગ માટે બોલાવ્યો તો તેણે કહ્યું કે તેણે બાળપણથી જ UPSCને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. એટલે તેનો મોટા ભાગનો સમય કોચિંગ અને ભણવામાં જ જાય છે. કાઉન્સેલરના કહેવા પ્રમાણે પતિને પોતાની પત્નીથી કોઈ પ્રકારની ફરિયાદ નથી, પરંતુ તેને લાગે છે કે તેનું વૈવાહિક જીવન સ્થિર નથી. તે નથી ઈચ્છતો કે પરિસ્થિતિ વધુ બગડે.

આ પણ વાંચોઃ દવા માટે 30 રૂપિયા માગતા પતિએ પત્નીને તલાક આપી દીધા

કાઉન્સેલર નુરાન્નિશાએ કહ્યું કે હાલ તેઓએ બંનેને વાત કરવા અને વિચારવા સમય આપ્યો છે. તેમણે કહ્યું કે બંનેને સમજાવવામાં આવ્યા છે કે એકબીજાની ભાવનાઓ સમજે અને સમય આપે.

bhopal offbeat news hatke news