૯ વર્ષના છોકરાને ડિસેમ્બરમાં મળશે ઇલેક્ટિ્રકલ એન્જિનિયરિંગની ડિગ્રી

17 November, 2019 08:22 AM IST  |  Belgium

૯ વર્ષના છોકરાને ડિસેમ્બરમાં મળશે ઇલેક્ટિ્રકલ એન્જિનિયરિંગની ડિગ્રી

આ બાળકે છે જીનિયસ

ભારતમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મળે ત્યાં સુધીમાં યુવાનો ૧૯-૨૦ વર્ષના થઈ ગયા હોય છે, જોકે બેલ્જિયમમાં નવ વર્ષનો એક છોકરો છે જે સૌથી નાની વયે ગ્રૅજ્યુએશન પૂરું કરવાનો દાવો કરવા માગે છે. જે કોર્સ ગ્રૅજ્યુએશનના વયસ્ક વિદ્યાર્થીઓ માટે પણ બહુ અઘરો ગણાય છે એ લૉરેન સિમૉન્સ નામનો નવ વર્ષનો છોકરો અત્યારે ભણી રહ્યો છે. ઇન્ડોવન યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીનો દાવો છે કે લૉરેનને ડિસેમ્બર મહિનામાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મળશે એટલે તે સૌથી નાનો ગ્રૅજ્યુએટ થઈ જશે. એક પ્રોફેસરનું કહેવું છે કે લૉરેનનો આઇક્યુ ૧૪૫ છે એને કારણે તેને ભણાવવામાં આવતા દરેક વિષયો તે બહુ સરળતાથી યાદ કરી લે છે.

offbeat news hatke news