લંડનના પોલીસ હેડક્વૉર્ટરને ભારતીયે ૬૮ કરોડ ખર્ચીને લક્ઝરી હોટેલ બનાવી દ

25 March, 2019 11:12 AM IST  | 

લંડનના પોલીસ હેડક્વૉર્ટરને ભારતીયે ૬૮ કરોડ ખર્ચીને લક્ઝરી હોટેલ બનાવી દ

પોલીસ હેડક્વાર્ટરને બનાવી રેસ્ટોરન્ટ

લંડનના વેસ્ટમિન્સ્ટરમાં એક જમાનામાં લંડનની મેટ્રોપૉલિટન પોલીસનું હેડક્વૉર્ટર ગણાતા ગ્રેટ સ્કૉટલૅન્ડ યાર્ડના બિલ્ડિંગની સિકલ હવે બદલાઈ ગઈ છે. આ બિલ્ડિંગ ૧૮૯૦ની સાલ સુધી મેટ્રોપૉલિટન પોલીસનું હેડક્વૉર્ટર રહી હતી, જેને ૨૦૧૫માં યુસુફ અલી કાદર નામના ભારતીય અબજોપતિએ ૧૧૦ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૧૦ અબજ રૂપિયામાં ખરીદી લીધેલું. યુસુફઅલીનો વિચાર આ વિન્ટેજ પોલીસ ક્વૉર્ટરને લક્ઝુરિયસ હોટેલમાં તબદિલ કરવાનો હતો જે આ વર્ષે સાકાર થવા જઈ રહ્યો છે.

હોટેલનું રિનોવેશન ઑલમોસ્ટ પૂરું થવાના આરે છે અને ટૂંક સમયમાં એ પબ્લિક માટે ખુલ્લી પણ મુકાશે. એની સિકલ બદલવા માટે બીજા ૭૫ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૬૮૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ પણ વાંચોઃ આવી કેવી માતા? રડતાં બાળકનું મોઢું ફેવિક્વિકથી ચોંટાડ્યું

આ હોટેલ એટલી લક્ઝુરિયસ છે કે અહીં એક રાત રોકાવાનું ભાડું ૧૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૯.૧૪ લાખ રૂપિયા છે. ૧૮૨૯ની સાલમાં બંધાયેલા બિલ્ડિંગમાં લગભગ ૧૫૩ રૂમ છે. એમાંથી અમુક તો એક સમયે કેદખાના તરીકે વપરાતી હતી જે હવે લક્ઝુરિયસ સ્યૂટમાં કન્વર્ટ થઈ ગઈ છે. આ હોટેલમાં લંડનના કેટલાક ફેમસ કેદીઓની વાતો અને એના અવશેષો પણ જોવા મળશે.

offbeat news hatke news