સ્કૂલમાં ગમે ત્યારે ખાઈ શકાય એ માટે લિપ બામમાં ચીઝ ભરી દીધું

21 September, 2019 09:07 AM IST  |  અમેરિકા

સ્કૂલમાં ગમે ત્યારે ખાઈ શકાય એ માટે લિપ બામમાં ચીઝ ભરી દીધું

આ છોકરીનું કારસ્તાન જુઓ

બાળકોને ચીઝ ચોરીછૂપીથી પણ ખાવાની બહુ મજા આવે છે. અમેરિકાના સેન્ટ લુઇસ શહેરની વેલેરી નામની મહિલાએ પોતાની દીકરીનું કારસ્તાન સોશ્યલ મીડિયા પર શૅર કર્યું છે. તેની નવ વર્ષની દીકરી સેલારીએ સ્કૂલમાં પણ ચીઝ ગમે ત્યારે ખાઈ શકાય એ માટે ‌ખાલી લિપ બામની ટ્યુબમાં ચીઝ ભરી દીધું હતું. તે રોજ હોઠ પર લગાવવાના બહાને બામની ટ્યુબ બહાર કાઢતી અને એમાં ભરેલી ચીઝ બટકાં ભરીને ખાઈ જતી. આ વાતની કોઈને જાણ પણ નહોતી થતી.

આ પણ વાંચો : 1 ગ્રામની માછલીના પેટમાંથી ડૉક્ટરોએ ગાંઠ કાઢી

જોકે જ્યારે તેની મમ્મીએ દીકરીની આ ચાલાકી પકડી ત્યારે તેની સ્માર્ટનેસ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. બાળકીનું આ સ્માર્ટ કારનામું વાઇરલ થઈ ગયું છે અને લોકોએ આ ક્યુટ કારનામાને ૬૬,૦૦૦થી વધુ લાઇક્સ આપી છે અને કેટલાકે તો છોકરીને જિનિયસ ગણાવી દીધી છે.

offbeat news hatke news