૪૦૦૦ કલાકની સતત મહેનત કરી હાથ વડે ઉત્તર અમેરિકાનો નકશો દોર્યો

06 January, 2020 05:08 PM IST  |  Mumbai Desk

૪૦૦૦ કલાકની સતત મહેનત કરી હાથ વડે ઉત્તર અમેરિકાનો નકશો દોર્યો

હાથથી નકશો બનાવવાની કળા લુપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે ત્યારે ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતા ઍન્ટન થૉમસ નામના કાર્ટોગ્રાફર (હાથથી નકશો તૈયાર કરનાર)એ લગભગ પાંચ વર્ષની સખત મહેનત બાદ ઉત્તરીય અમેરિકાના મહાદ્વીપનો ચાર ફીટ લાંબો અને પાંચ ફીટ પહોળો નકશો તૈયાર કર્યો છે, જેમાં શહેર ઉપરાંત ઝીણામાં ઝીણી વિગતો પણ પ્રતીક સમાન નિશાનીનો ઉપયોગ કરીને આપવામાં આવી છે.

ઍન્ટન થૉમસે જણાવ્યા અનુસાર ૬૪,૦૦૦ કિલોમીટરની તટવર્તીય સંરચના અને લગભગ ૨૫ કરોડ ચોરસ કિલોમીટરના મહાદ્વીપમાં ૬૦૦ શહેરોની સાથે મહાદ્વીપની સંસ્કૃતિ, જળવાયુ, વન્યજીવન, મોસમની દિશા, જમીની વિસ્તાર, વાતાવરણ અને જનસંખ્યા દર્શાવવા માટે નકશામાં અનેક પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઍન્ટન થૉમસ નાનપણથી જ નકશા બનાવતો હતો. અમેરિકાના પ્રવાસ પહેલાં તે ક્યારેય ન્યુ ઝીલૅન્ડની બહાર ગયો નહોતો. આ મહાદ્વીપના આકાર અને એની વિવિધતાથી પ્રેરાઈને તેને નકશો બનાવવાનો વિચાર આવ્યો હતો અને તે આ નકશાનું વેચાણ કરવા એની પ્રિન્ટ કઢાવવાનું વિચારી રહ્યો છે.

offbeat news