આ ગ્લાસમાં વાઇન પીધા પછી બીજો ગ્લાસ કોઈ નહીં માગે

12 January, 2020 08:58 AM IST  |  Mumbai Desk

આ ગ્લાસમાં વાઇન પીધા પછી બીજો ગ્લાસ કોઈ નહીં માગે

જો તમને એક ગ્લાસ વાઇનથી ચાલતું ન હોય અને વારંવાર ગ્લાસ ભરવો પડતો હોય તો હવે એવો જાયન્ટ વાઇન-ગ્લાસ આવી ગયો છે કે એ ભરીને પીધા પછી તમે બીજું કંઈ નહીં માગો. સાઉથ કોરિયન ઑનલાઇન શૉપ જી-માર્કેટમાં આ લાર્જ વાઇન ગ્લાસ વેચાય છે જે બહુ ફેમસ છે. આ એક ગ્લાસમાં સાડા છ બૉટલ ભરીને વાઇન સમાઈ શકે છે. મતલબ કે એક ગ્લાસમાં ૬૫૦૦ મિલીલીટર વાઇન ભરી શકાય છે. ૬૩ ડૉલર એટલે કે લગભગ ૪૫૦૦ રૂપિયામાં એ મળે છે જે વાઇન અને બિઅર બન્ને પીવા માટે વાપરી શકાય એમ છે. 

જોકે તમે આ ગ્લાસ ઑનલાઇન ઑર્ડર કરવા માગતા હો તો નિરાશ થવું પડશે કેમ કે જી-માર્કેટ શૉપ સાઉથ કોરિયાની બહાર આ વાઇન ગ્લાસની ડિલિવરી નથી કરતી. જોકે એની લોકપ્રિયતા જોઈને બની શકે કે વેસ્ટર્ન દેશોમાંથી કોઈ મૅન્યુફેક્ચરરને એમાંથી પ્રેરણા મળે અને તેઓ પણ જાયન્ટ ગ્લાસ બનાવે તો વાત બને.

offbeat news