કોરોનાના ભયથી બ્રાઝિલની જેલોમાંથી લગભગ ૧૦૦૦ જેટલા કેદીઓ નાસી ગયા

19 March, 2020 10:04 AM IST  |  Mumbai Desk

કોરોનાના ભયથી બ્રાઝિલની જેલોમાંથી લગભગ ૧૦૦૦ જેટલા કેદીઓ નાસી ગયા

કોરોના વાઇરસના ભયથી લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે બ્રાઝિલના સાઓ પાઓલોની ચાર અધખુલ્લી જેલમાંથી સેંકડો કેદીઓ નાસી ગયા હતા. કેટલાક કેદીઓએ જેલના સત્તાવાળાઓને ટૂંકી રજાની અરજીઓ મોકલી હતી, પરંતુ કોરોના વાઇરસનો ચેપ ફેલાવાની આશંકાને કારણે જેલના અધિકારીઓએ રજાની અરજીઓ નામંજૂર કરી હતી. ત્યાર પછી લગભગ ૧૦૦૦થી વધારે કેદીઓ નાસી ગયા હોવાનું સરકારી અધિકારીઓએ જણ‌ાવ્યું હતું. એમાંથી ૧૭૪ કેદીઓને પાછા પકડી લેવામાં આવ્યા છે.

international news brazil offbeat news