દુબઈમાં ૧૧ મહિનાના ભારતીય બાળકને ૭.૧૦ કરોડની લૉટરી લાગી

07 February, 2020 10:05 AM IST  |  Mumbai Desk

દુબઈમાં ૧૧ મહિનાના ભારતીય બાળકને ૭.૧૦ કરોડની લૉટરી લાગી

પ્રતીકાત્મક તસવીર

દુબઈ‌માં ડ્યુટી ફ્રી પ્રમોશન્સના ભાગરૂપે યોજાતી લોટરી-રેફલમાં મૂળ કેરળના પરિવારના ૧૧ મહિનાના મોહમ્મદ સલાહને ૧ મિલ્યન ડૉલર (અંદાજે ૭.૧૦ કરોડ રૂપિયા)ની લૉટરી લાગી હતી. મોહમ્મદ સલાહ ૧૩ ફેબ્રુઆરીએ એક વર્ષનો થશે. આ બાળકના પપ્પા રમીસ રહેમાન ૬ વર્ષથી દુબઈમાં રહે છે. તેમણે દીકરાના નામે લૉટરીની ટિકિટ લીધા પછી તેમને આ ‘છપ્પર ફાડ કે’ ઇનામ લાગ્યું છે. ઇનામની રકમનું શું કરવું એ હજી સુધી રમીસ રહેમાને નક્કી કર્યું નથી. આ વખતે ડ્યુટી ફ્રી પ્રમોશનની લૉટરીના અન્ય વિજેતાઓમાં મૂળ ઈરાનનાં અને દુબઈમાં ફૅમિલી બિઝનેસ ચલાવતાં ૩૩ વર્ષનાં મહિલા શાઘાયેઘ અત્તારઝાદેહને મર્સિડીઝ બેન્ઝ કાર મળી છે.

international news dubai offbeat news