જર્મનીમાં આખો મે મહિનો અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ ચાલશે

02 May, 2020 02:29 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

જર્મનીમાં આખો મે મહિનો અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ ચાલશે

જર્મની શરૂ થયો મ્યૂઝિક મન્થ

લૉકડાઉનને કારણે આખો દિવસ ઘરમાં બોર થઈ રહેલા લોકો જીવન પ્રત્યે ઉદાસીન ન થઈ જાય એ માટે જર્મનીમાં એક અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ શરૂ થયો છે. જર્મનીના ડાર્ટમન્ડ શહેરમાં ‘વિથ ડિસ્ટન્સ ઇનટુ ધ મન્થ ઑફ મે’ નામનો કૉર્ટયાર્ડ મ્યુઝિક ફેસ્ટિવલ શરૂ થયો છે. એમાં શહેર ભરના ડીજેઝ, મ્યુઝિશ્યનો અને સિંગરો પોતપોતાના ઘરની બાલ્કનીઓમાં લાઇવ કૉન્સર્ટ કરી રહ્યા છે. આ કૉન્સર્ટનો લાભ આજુબાજુવાળા લઈ શકે એ માટે મોટા સ્પીકરો ગોઠવવામાં આવ્યા છે. પાડોશીઓ પોતાની બાલ્કનીઓ, બારીઓ અને અગાસીઓમાંથી આ કૉન્સર્ટ માણે છે. ત્રીસમી એપ્રિલે લૉન્ચ થયેલા આ ફેસ્ટિવલમાં આખો મહિનો શહેરમાં ઠેર-ઠેર અલગ-અલગ સમયે આવી કૉન્સર્ટ્સ યોજાવાની છે.

international news germany offbeat news