જરૂરપડ્યે સબમરીન બની જાય એવી સુપરયૉટ

15 December, 2019 12:26 PM IST  |  Mumbai Desk

જરૂરપડ્યે સબમરીન બની જાય એવી સુપરયૉટ

બહારથી સુંદર અને લક્ઝુરિયસ દેખાતી આ યૉટ ચાહો ત્યારે સબમરીન પણ બની જઈ શકે છે. ઈટલીની ૩૪ વર્ષની ઇલેના નેપી નામની ડિઝાઇનરે એ આ હાઇબ્રિડ વેસલ તૈયાર કર્યું છે. ધરાવતી યૉટમાં જિમ, લાઉન્જ, બાર, સન ડેક, સ્વિમિંગ પૂલ અને વીઆઇપી કૅબિન જેવી લક્ઝુરિયસ સવલતો છે. નિષ્ણાતો એને સુપરયૉટ કહે છે જેને સબમરીનમાં તબદીલ કર્યા પછી તે લગાતાર ૧૦ દિવસ સુધી પાણીની અંદર લગભગ ૯૮૫ ફુટ ઊંડે તરી શકે છે. ૨૫૬ ફુટ લાંબી સુપરયૉટમાં ડીઝલ કમ ઇલેક્ટ્રિક એન્જિન લગાવેલું છે. પાણીની સપાટી પર યૉટ તરીકે સફર કરતી વખતે એની સ્પીડ ૩૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે જ્યારે સબમરીન બન્યા પછી એ ૨૪ કિલોમીટરની ઝડપે ચાલે છે.

offbeat news