રબર બૅન્ડ્સમાંથી બનાવ્યો ડ્રેસ

06 February, 2020 04:50 PM IST  |  Mumbai Desk

રબર બૅન્ડ્સમાંથી બનાવ્યો ડ્રેસ

બ્રાઉન યાર્નમાંથી બનાવેલો હોય એવો લાગતો આ સ્ટાઇલિશ ડ્રેસ વાસ્તવમાં સ્નાતકનું ભણી રહેલી આર્ટ્સની સ્ટુડન્ટ રીઈ સોકોમોટોએ રબર બૅન્ડ્સના ગૂંથણથી તૈયાર કર્યો છે.
રીઈ સોકોમોટો ટોક્યોમાં ટામા આર્ટ્સ યુનિવર્સિટીમાં સ્નાતકનું ભણી રહી છે. પોતાની થિસીસ માટે તેણે રબર બૅન્ડ પર સંશોધન કર્યું. ઑફિસમાં વપરાતી સ્ટેપલ પિનની મદદથી હાથના કાંડાનું બૅન્ડ તૈયાર કર્યું. આમ તો રબર બૅન્ડના અનેકવિધ ઉપયોગો છે, પણ રીઈ સોકોમોટોએ એમાંથી ડ્રેસ તૈયાર કરવાનું કાપડ તૈયાર કરવાનો વિચાર કરતાં રબર બૅન્ડ્સમાંથી ડ્રેસ, બોલેરો જૅકેટ અને અન્ય અનેક વસ્તુઓ તૈયાર કરી. રીઈ સોકોમોટોના આ આર્ટવર્કને ગયા મહિને સ્નાતકના સિનિયર સ્ટુડન્ટ્સના પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું જેને બહોળો પ્રતિસાદ મળ્યો.

offbeat news international news