સ્કેટ બોર્ડ શીખતી છોકરીઓ વિશેની દસ્તાવેજી ફિલ્મને ઑસ્કર મળ્યો

13 February, 2020 09:13 AM IST  |  Mumbai Desk

સ્કેટ બોર્ડ શીખતી છોકરીઓ વિશેની દસ્તાવેજી ફિલ્મને ઑસ્કર મળ્યો

અફઘાનિસ્તાનમાં મહિલાઓને સાઇકલ ચલાવવા પર પ્રતિબંધ મુકાયો છે. એ દેશમાં કન્યાઓએ બુરખામાં રહેવું પડે છે. તેમ છતાં ત્યાંની છોકરીઓએ સ્કેટિંગમાં ખ્યાતિ મેળવી છે. તમામ પ્રતિબંધો છતાં સ્કેટ બોર્ડ શીખતી કન્યાઓ પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મને ઑસ્કર અવૉર્ડ પ્રાપ્ત થયો છે. ગઈ ૯ ફેબ્રુઆરીએ યોજાયેલા ઑસ્કર અવૉર્ડ્‍્સના વિતરણ સમારંભમાં ‘ડૉક્યુમેન્ટરી ફિલ્મ’ કૅટેગરીમાં ‘સ્કેટિસ્તાન’ નામની સંસ્થાએ બનાવેલી ‘લર્નિંગ ટુ સ્કેટ બોર્ડ ઇન અ વૉરઝોન (ઇફ યુ આર અ ગર્લ)’ શીર્ષક હેઠળની ફિલ્મને અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વારંવાર ફિદાઇન તથા અન્ય આતંકવાદી હુમલાનો ભોગ બનતા દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગ તથા અન્ય સ્તરના પરિવારોની કન્યાઓ કેવી રીતે સ્કેટિંગ શીખીને શોખ વિકસાવવા સાથે ખેલકૂદ ક્ષેત્રે ખ્યાતિ, સક્ષમતા અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે એ બાબત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સામાજિક પ્રતિબંધોના માહોલમાં કાબુલ નિવાસી જૂજ કન્યાઓ સ્કેટિંગ શીખી શકે છે. સંસ્થામાં ૪૦ ટકાથી વધારે કન્યાઓ ‘બૅક ટુ સ્કૂલ’ પ્રોગ્રામમાં સામેલ છે.

offbeat news international news