પહેલા વિશ્વયુદ્ધમાં વપરાયેલા બૉમ્બ અને શેલ્સનું કલેક્શન વેચાવા નીકળ્યું

12 June, 2019 09:06 AM IST  | 

પહેલા વિશ્વયુદ્ધમાં વપરાયેલા બૉમ્બ અને શેલ્સનું કલેક્શન વેચાવા નીકળ્યું

વર્લ્ડ વૉર દરમિયાન વપરાયેસા બોમ્બના શૅલ

વિશ્વયુદ્ધ દરમ્યાન જે બૉમ્બ શેલ્સ અને ફીલ્ડ ગન વપરાતી હતી એનું કલેક્શન એક ઇંગ્લૅન્ડવાસીએ કર્યું છે. શૉન રૉક નામના ઑક્શનરે આ ભાઈએ કરેલા હથિયારોના કલેક્શનની  કિંમત આંકીને એનું ઑક્શન યોજ્યું છે.૧૦૦ ઇનઍક્ટિવ ફીલ્ડ ગન, ઍરોપ્લેન શેલ્સ એમાં છે.

આ કલેક્શન કરનાર વ્યક્તિ ૬૦ વર્ષની છે અને તેણે પોતાનું નામ ગુપ્ત રાખવાનું પસંદ કર્યું છે, કેમ કે આ તેનું પોતાનું કલેક્શન નથી, બલકે તેના દાદાનું છે. તેના દાદાએ રૉયલ આર્ટિલરી સાથે લડત કરીને આ ચીજો એકત્ર કરવાનું લાઇસન્સ મેળવ્યું હતું.

આ પણ વાંચો: કુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંક્યુ તેમ છતા બચી ગયુ બાળક

તેમના ઘરમાં એક આખો રૂમ પહેલા વિશ્વયુદ્ધમાં જ્યાં-ત્યાં વપરાયેલાં અને ન વપરાયેલાં ઇનઍક્ટિવ હથિયારોથી ભરેલો પડ્યો હતો. ઑક્શનર શૉન રૉકના અંદાજ મુજબ આ ચીજોના લગભગ પાંચેક લાખ રૂપિયા ઊપજશે.

gujarati mid-day hatke news offbeat news