હજારો ફુટ ઊંચે છાપરા પર ઊભા રહી શકાય એવી કેબલ કાર

15 March, 2020 09:48 AM IST  |  Mumbai Desk

હજારો ફુટ ઊંચે છાપરા પર ઊભા રહી શકાય એવી કેબલ કાર

હજારો ફુટ ઊંચે છાપરા પર ઊભા રહી શકાય એવી કેબલ કાર

સ્વિટ્ઝરલૅન્ડના ૬૦૬૯ ફુટ ઊંચા માઉન્ટ સ્ટેનેસર્હોર્ન શિખર પર કૅબ્રિયો કેબલના પ્રવાસની મોજ અવર્ણનીય હોવાનું સહેલાણીઓ કહે છે. એ કેબલ કારનું બેઝ સ્ટેશન દરિયાની સપાટીથી ૨૩૩૨ ફુટ ઊંચે છે. એ બેઝ સ્ટેશને પહોંચવા માટે સહેલાણીઓએ જૂના વખતની નૉસ્ટેલ્જિક ટ્રેનમાં પ્રવાસ કરવાનો હોય છે. એ ૧૮૯૩ની કૉગ વ્હીલ ફર્નિક્યુલર રેલવે છે. કેબલ કારના લોઅર લેવલમાં ૬૦ જણ બેસી શકે છે અને અપર લેવલમાં ૩૦ જણ બેસી શકે છે. એના છાપરે પણ ઊભા રહી શકાય છે. ૬૦ અંશ‌ે ખૂણે ઢળીને દોડતી એ ટ્રેનની ગતિ કલાકની ૧૭.૮ કિલોમીટરની હોય છે. માઉન્ટ સ્ટેનેસર્હોર્ન શિખર પર એક હોટેલ પણ હતી, પરંતુ ૧૯૭૦ના ઑક્ટોબરમાં લાગેલી આગમાં એ હોટેલ નાશ પામી હતી. ત્યાં નવી કન્વર્ટિબલ કેબલ કાર શરૂ કરવામાં આવી છે.

international news offbeat news