આ ભાઈનો દોસ્ત છે ઝેરીલો કાનખજૂરો

17 January, 2019 10:52 AM IST  | 

આ ભાઈનો દોસ્ત છે ઝેરીલો કાનખજૂરો

હદ થઈ, કાનખજૂરાને ફ્રેન્ડ બનાવ્યો

તાઇવાનમાં રહેતા 26 વર્ષના નીલ ચેન્ગ લી નામના યુવકે કાનખજૂરો પાળ્યો છે. તેણે પાળેલો કાનખજૂરો પેરુમાં જોવા મળતો ઝેરી અને જાયન્ટ પ્રજાતિનો છે. 2014માં તેણે એ પાળ્યો ત્યારે એ ખૂબ ટચૂકડો હતો, પણ પછી ખાઈ-પીને તગડો થઈ ગયો છે. આ ઝેરી કાનખજૂરો કરડે તો એના કરતાં 15 ગણી સાઇઝના શિકારને માત આપે છે. જોકે નીલ ચેન્ગ લીને એનો કોઈ ડર નથી. આ કાનખજૂરો તેને પણ કરડે છે અને એનાથી તેને પીડા થાય છે, પણ હવે તેને આદત પડી ગઈ છે. તે બિનધાસ્તપણે નીલના શરીર પર ફરે છે અને એમાં તેને કંઈ જ થતું નથી. પાળેલા કાનખજૂરાને આ ભાઈ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે.

આ પણ વાંચોઃ 14 કલાકની ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં અચાનક પંખી ઊડાઊડ કરતું જોવા મળ્યું

offbeat news