ઊડતા પ્લેનની છત પર ઊભી રહી ૯૩ વર્ષની મહિલા

10 August, 2022 12:41 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૯૩ વર્ષનાં બેટ્ટી બ્રોમેજે આ સાહસ કરી બતાવ્યું છે, આ પહેલાં ચાર વખત તેઓ આમ કરી ચૂક્યાં છે

૯૩ વર્ષનાં બેટ્ટી બ્રોમેજ

ઊડી રહેલું પ્લેન અને એની છત પર ઊભી રહેલી ૯૩ વર્ષની એક મહિલા. જેમણે આ દૃશ્ય જોયું છે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ૯૩ વર્ષનાં બેટ્ટી બ્રોમેજે આ સાહસ કરી બતાવ્યું છે. આ પહેલાં ચાર વખત તેઓ આમ કરી ચૂક્યાં છે. યુકેમાં રહેતાં બ્રોમેજે રિસન્ટ્લી હાઈ ફ્લાઇંગ ચૅલેન્જ હેઠળ વિન્ગ વૉકર તરીકે પોતાની પાંચમી ઉડાન પૂરી કરી છે. તેમના આ સાહસના વિડિયોને ફેસબુક પર શૅર કરવામાં આવ્યું છે. આ વિડિયોમાં બેટ્ટી પ્લેનની ઉપર ઊભાં રહેલાં જોવા મળ્યાં હતાં. પ્લેન ટેક-ઑફ કર્યા બાદ થોડી મિનિટ હવામાં રહીને લૅન્ડ કરી દે છે. જોકે એ દરમ્યાન તમામ સેફ્ટી પ્રોટોકૉલનો અમલ કરવામાં આવ્યો હતો.

offbeat news international news united kingdom