૯ વર્ષના કેન્યાના ટાબરિયાએ નકામી ચીજોમાંથી હાથ ધોવાનું મશીન બનાવ્યું

09 June, 2020 09:43 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

૯ વર્ષના કેન્યાના ટાબરિયાએ નકામી ચીજોમાંથી હાથ ધોવાનું મશીન બનાવ્યું

સ્ટીફને એકલા હાથે જ મશીન તૈયાર કર્યું છે

પ્રવર્તમાન મુશ્કેલીના સમયમાં દરેક વ્યક્તિ પોતાની રીતે સમાજને ઉપયોગી થવા માટે કાંઈક ને કાંઈક કરી રહી છે ત્યારે કેન્યાના ૯ વર્ષના આ બાળકે નખ, લાકડાના ટુકડા અને વૉટર-ટૅન્ક જેવી નકામી ચીજોમાંથી હાથ ધોવાનું મશીન તૈયાર કર્યું છે. તેના આ નવતર સંશોધન બદલ તેને કેન્યાના રાષ્ટ્રપતિ દ્વારા અવૉર્ડ પણ એનાયત થયો છે.

પશ્ચિમ કેન્યાના બનગોમા પ્રાંતમાં રહેતો સ્ટીફન નામનો છોકરો રાષ્ટ્રપતિ અવૉર્ડ મેળવનારો કદાચ સૌથી નાની વયનો છોકરો છે. મશીન તૈયાર કરતી વખતે સ્ટીફનને તેના પિતા જેમ્સે મદદ કરી હતી. જેમ્સનું કહેવું છે કે આમ તો સ્ટીફને એકલા હાથે જ મશીન તૈયાર કર્યું છે, પરંતુ તેણે બનાવેલું મશીન સ્થિર નહોતું રહી શકતું એટલે મશીન પડી ન જાય એ માટે મેં તેને કેટલાંક ઍડ્જસ્ટમેન્ટ કરી આપ્યાં હતાં.  રાષ્ટ્રપતિ અવૉર્ડ મેળવવામાં સ્ટીફન સહિત કુલ ૬૮ લોકો છે, સ્ટીફનને બનગોમાના ગવર્નરે સ્કૉલરશિપ આપવાનું વચન પણ આપ્યું છે. ટ્વિટર પર હાથ ધોવાના મશીનનો ડેમો આપતો અને રાષ્ટ્રપતિના હાથે અવૉર્ડ મેળવતા સ્ટીફનનો વિડિયો વાઇરલ થયો છે.

offbeat news kenya international news