૮૨ વર્ષની મહિલાએ ૨૪ કલાકમાં ૭૮ માઇલ દોડીને વિશ્વવિક્રમ કર્યો

21 June, 2022 07:33 AM IST  |  Val d’Oise | Gujarati Mid-day Correspondent

બાર્બરાએ ૪૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું

બાર્બરા હમ્બર્ટ

ફ્રાન્સના વેલ ડિ’ઓઇસનાં ૮૨ વર્ષનાં પરદાદી બાર્બરા હમ્બર્ટે તાજેતરમાં ૨૪ કલાકમાં ૧૨૫ કિલોમીટર (૭૮ માઇલ) દોડીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

ગયા મહિનાના અંતે બ્રિવ-લા-ગૈલાર્ડમાં આયોજિત ફ્રેન્ચ ચૅમ્પિયનશિપ દરમ્યાન ૮૨ વર્ષનાં બાર્બરા હમ્બર્ટે તેમની વયજૂથના ગ્રુપમાં ૨૪ કલાકમાં સૌથી લાંબી દોડનો વિશ્વ રેકૉર્ડ તોડ્યો હતો. તેમના પૂર્વે એક જર્મન મહિલા ૧૦૫ કિલોમીટર દોડી હતી અને બાર્બરાએ એ રેકોર્ડ બ્રેક કરવા પર ધ્યાન આપતાં ૨૪ કલાકમાં ૧૨૫ કિલોમીટરનું રેકૉર્ડ અંતર કાપીને જૂનો રેકૉર્ડ તોડ્યો છે.

બાર્બરાએ ૪૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું, શ્વાસ લેવાની યોગ્ય ટેક્નિક શીખ્યા બાદ તેમણે પછી તેઓ જ્યાં રહેતાં હતાં ત્યાં બોફેમોન્ટ (વેલ-ડિ’ઓઇસમાં)ની શેરીઓમાંથી દોડવાની શરૂઆત કરી હતી. પોતાના વતનની શેરીઓથી શરૂ કરેલી રેસ ટૂંક સમયમાં શહેરી રેસમાં ફેરવાઈ ગયા બાદ ૩૯ વર્ષ સંપૂર્ણ મૅરથૉનમાં દોડીને તેમણે પૅરિસ અને ન્યુ યૉર્ક મૅરથૉન સહિત ૧૩૭ રેસ અને ૫૪ મૅરથૉનમાં ભાગ લીધો હતો.

offbeat news international news