✕

૮૦૦ કિલો વજનની ૨૦ ફુટ પહોળી અને ખૂલે ત્યારે ૧૧ ફુટ ઊંચી થતી બુક

04 November, 2026 10:46 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

આર્ટિસ્ટ ડૅનિયલ ગોન્ઝાલેઝે બનાવેલું આ પુસ્તક વાંચવા માટે નથી, અનુભવવા માટે છે. એના કાગળની ડિઝાઇન કરવા માટે પૂંઠાંની એક મોટી કંપનીએ મદદ કરી છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ બુકને વિશ્વની સૌથી મોટી પૉપ-અપ બુકની માન્યતા આપી છે.

આ બુકનું વજન લગભગ ૮૦૦ કિલો જેટલું છે.

અમેરિકાના લૉસ ઍન્જલસની પબ્લિક લાઇબ્રેરીમાં રાખેલી એક બુકનું નામ છે લુસેરોઝ પેનુમ્બ્રાસ. એનો મતલબ થાય તારાઓની રોશની અને પડછાયો. લાઇબ્રેરીની શતાબ્દી ઍનિવર્સરી પર ખાસ આ બુક બનાવવામાં આવી છે. એનું વજન લગભગ ૮૦૦ કિલો જેટલું છે. આ બુક ખોલવામાં આવે તો એ ૨૦ ફુટ પહોળી થઈ જાય છે અને એનાં પાનાંની ઊંચાઈ લગભગ ૧૧ ફુટ જેટલી હોય છે. પુસ્તકનું પાનું પલટવા માટે એક-બે જણથી કામ નથી ચાલતું. પ્રત્યેક પેજનું વજન એટલું હોય છે કે લગભગ ૧૦ જણે મળીને એ પલટાવવું પડે છે. આર્ટિસ્ટ ડૅનિયલ ગોન્ઝાલેઝે બનાવેલું આ પુસ્તક વાંચવા માટે નથી, અનુભવવા માટે છે. એના કાગળની ડિઝાઇન કરવા માટે પૂંઠાંની એક મોટી કંપનીએ મદદ કરી છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ બુકને વિશ્વની સૌથી મોટી પૉપ-અપ બુકની માન્યતા આપી છે. આ બુક થોડાક સમય માટે જ આ લાઇબ્રેરીમાં લોકો જોઈ શકે એમ મૂકવામાં આવશે.

tuberculosis united states of america guinness book of world records world news international news offbeat news los angeles