એક મોટા બબલમાં ૭૮૩ નાના બબલ અને બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ

09 January, 2021 09:03 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

એક મોટા બબલમાં ૭૮૩ નાના બબલ અને બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ

ચાંગ યુ તે

ચાંગ યુ તે નામની આ વ્યક્તિ સાબુનાં ફીણના બબલ બનાવવાની કળામાં માહેર છે. તેણે બે મિનિટમાં એક મોટા પરપોટાની અંદર નાના-નાના ૭૮૩ પરપોટા એટલે કે બબલ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સાબુના મોટા કદના પરપોટામાં સૌથી વધુ સંખ્યામાં નાના-નાના પરપોટા બનાવવા માટે નામ નોંધાવ્યું છે. જોકે આ સાથે જ તેણે એક બીજી કળા માટે પણ ગિનેસ બુકમાં નામ નોંધાવ્યું છે અને એ છે સાબુના ફીણના બનેલા પરપોટાને સૌથી વધુ વાર હવામાં ઉછાળીને રમત રમવાની. સાબુના મોટા પરપોટાની અંદર બીજા અસંખ્ય નાના પરપોટા ભરવાનો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ફેસબુક-પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. વિડિયો જોતાં એવું લાગે છે જાણે કોઈ મોટી બૅગમાં અસંખ્ય નાની-નાની ચીજો ઠાંસીને ભરવામાં આવી હોય.

offbeat news international news guinness book of world records