૭૮ વર્ષની દાદીનો ગજબ ઉત્સાહ

27 February, 2020 01:05 PM IST  |  Mumbai Desk

૭૮ વર્ષની દાદીનો ગજબ ઉત્સાહ

બે બાળકોની માતા અને ૭૮ વર્ષની યોગાટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે જેનું શ્રેય તે રોજના ૨૦ મિનિટના યોગ સેશનને આપે છે. તેનું કહેવું છે કે બે બાળકોનાં જન્મ પછી પોતાને ફરી શેપમાં લાવવા માટે તેણે ૧૯૬૦ની આસપાસ યોગા ક્લાસિસ જૉઇન કર્યાં હતાં. એ સમયે લગભગ ૬૦ વર્ષની તેની યોગાટીચરને જોઈને તેણે પણ પોતાની જાતને એવી જ ફિટ બનાવવાનું મન બનાવી લીધું હતું.

અગાઉ ઍરહોસ્ટેસ તથા નર્સ તરીકે પણ સેવા આપી ચૂકેલી બાર્બરા હવે મૉર્નિંગ ટીવી યોગ ઇન્સ્ટ્રક્ટર છે અને યુટ્યુબ પર તેના યોગાના વિડિયોના ૨૦,૦૦૦ કરતાં વધુ ફૉલોઅર્સ છે. નિયમિત યોગાભ્યાસને લીધે જ તે શારીરિક બીમારીઓથી દૂર છે. શરીરને તંદુરસ્ત અને મનને ચોક્કસ રાખવા માટે યોગા સૌથી શ્રેષ્ઠ છે એમ જણાવતાં બાર્બરા વધુમાં ઉમેરે છે કે મારાં બાળકો આજે ૫૦ની વયે પહોંચ્યાં છે, પણ તેઓ પણ નિયમિત યોગાભ્યાસ કરે છે. દરેક વ્યક્તિ જીમ કે સ્પામાં જવાનો ખર્ચ કરી શકે એમ નથી હોતો, પણ ઑનલાઇન માર્ગદર્શનથી મૂળભૂત આસનો શીખીને યોગા દરેક વ્યક્તિ કરી શકે છે.

offbeat news international news yoga