74 પૈડાવાળા ટ્રકે એક વર્ષમાં કરી માત્ર 1,700 કિમીની યાત્રા,જાણો શા માટે

21 July, 2020 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

74 પૈડાવાળા ટ્રકે એક વર્ષમાં કરી માત્ર 1,700 કિમીની યાત્રા,જાણો શા માટે

તસવીર સૌજન્ય: એએનઆઈ

ભારે માલ વાહન ટ્રક લાંબા અંતરની યાત્રા માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે લાંબુ અંતર અઠવાડિયાઓ અને મહિનાઓમાં પૂર્ણ કરી લેવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના નાશિકથી નીકળેલા ટ્રકને તિરૂવનંતપુરમ પહોંચતા એકાદ બે અઠવાડિયા કે પછી મહિનાઓ નહીં પરંતુ એક આખું વર્ષ લાગ્યું હતું. 74 પૈડાવાળો ટ્રક એક વર્ષમાં 1,700 કિલોમીટરની યાત્રા કરીને તિરૂવનંતપુરમ પહોંચ્યો હતો.

નાસિકથી નીકળેલો Volvoનો એક ટ્રક વર્ષમાં માત્ર 1700 કિલોમીટરની યાત્રા કરી કેરળના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે 74 પૈડાવાળા આ ટ્રક પર એરોસ્પેસથી જોડાયેલી એક ઓટોક્લેવ મશીનીરી લાદવામાં આવી હતી. તે કારણે આ ટ્રક બહુ લાંબી યાત્રા નહોતો કરી શકતો. દિવસના ફક્ત પાંચ કિમીની યાત્રા કરતો.

ઉલ્લેખનીય છે કે, રૂબિકન પ્રોજેક્ટે તૈયાર કરેલો આ ટ્રક રસ્તા પર ઉતર્યો પછી ખબર પડી કે તે બહુ ભારે છે. આ ટ્રક સંપુર્ણ રસ્તાને કવર કરી લરતો હતો. તેને આગળ વધારવા માટે 32 સભ્યોના મૂવમેન્ટ કંટ્રોલ કરવા પડે છે. આ ટ્રક પર જે એરોસ્પેસ ઓટોક્લેવ લાદવામાં આવ્યા હતાં તેનુ વજન 70 ટન અને ઉંચાઈ 7.5 મીટર તેમજ પહોળાઈ 6.65 મીટર હતી. આ મશીનને નાશિકમાં તૈયાર કરવામાં આવ્યુ છે. જ્યાં એરોસ્પેસથી જોડાયેલી અન્ય મશીનરીનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ મશીનરીની સુરક્ષા માટે દરેક સ્થળે પોલીસની પાયલટ કાર પણ આ ટ્રકને આગળ વધારવામાં મદદ કરી રહી હતી. જેથી તેને સુરક્ષિત રીતે ગંતવ્ય સુધી પહોંચાડી શકાય.

ટ્રકની મૂવમેન્ટ માટે રોડ પર અનેક જગ્યાએ ઝાડ પણ કાપી નાખવા પડયા હતાં. એટલું જ નહીં ઈલેક્ટ્રિસિટી લાઈટ્સને પણ હટાવવામાં આવી હતી, જેથી આ ભારેભરખમ ટ્રક આગળ વધી શકે. કોઈપણ બીજા શહેરમાં પ્રવેશ કરતા રગેલા આ ટ્રિપ સાથે જોડાયેલા 32 સભ્યોનું દળ શહેરના ઓથોરિટીનો કરતો હતો અને પૂર્ણ સ્થિતિની જાણકારી આપ્યા બાદ જ ટ્રકને આગળ વધારવામાં આવતો હતો.

આટલા મોટા કદનો આ ટ્રક Volvo FM સીરીઝનો ટ્રક છે. જે ભારેખમ માલ વાહક તરીકે પણ વાપરવામાં આવે છે. જેમાં કંપનીના 10,800ccની ક્ષમતાના 6 સિલિંડર યુક્ત ડીઝલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવે છે. જે 330bhpની દમદાર પાવર અને 1600Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ ટ્રકમાં 12 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે.

national news kerala thiruvananthapuram offbeat news nashik