ટેક્સસના ૭.૫ કરોડ રૂપિયાના ઘરમાં બેડરૂમ નથી અને બારીઓ પણ છે બનાવટી

01 August, 2021 11:34 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

બહારથી જોતાં સામાન્ય દેખાતા ઘરની અંદર બારી વગરના ઓરડા, એક પણ બેડરૂમ ન હોય અને વખારના ચોકઠા જેવી રૂમ્સ છે

ઘર

અમેરિકાના ટેક્સસ પ્રાંતના ડલાસમાં ૧૦ લાખ ડૉલર (અંદાજે ૭.૪૪ કરોડ રૂપિયા)નું ઘર લોકોને માન્યામાં ન આવે એ રીતે બનાવવામાં આવ્યું છે. એ ઘરમાં બેડરૂમ નથી, પણ બનાવટી બારીઓ છે. બહારથી જોતાં સામાન્ય દેખાતા ઘરની અંદર બારી વગરના ઓરડા, એક પણ બેડરૂમ ન હોય અને વખારના ચોકઠા જેવી રૂમ્સ છે. એમાં ઇલેક્ટ્રિકલ ગ્રિડ્સ અને નૅચરલ ગૅસ જનરેટર્સ છે. લોકોને એમ લાગે છે કે આ જગ્યા શા કામમાં આવતી હશે! એ જગ્યા ગયા મે મહિનામાં રિયલ એસ્ટેટ વેબસાઇટ ‘ઝિલ્લો’ પર ૧૦ લાખ ડૉલરમાં વેચવાની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૦માં બંધાયેલા આ ઘરને બહારથી જોતાં કાચની બારીઓ છે, પરંતુ અંદરથી જોતાં એ બારીઓ ફક્ત દેખાવ પૂરતી હોવાનું સમજાય છે. જોકે એ જગ્યા જેમની પાસે ઘણી મોટરકારો હોય, મોટું વાઇન-કલેક્શન કે આર્ટ-કલેક્શન હોય, તેમના સ્ટોરેજ માટે ઉત્તમ હોવાનું રિયલ્ટી માર્કેટિંગના વ્યાવસાયિકો કહે છે. એ બાંધકામ રહેઠાણ કે ઘર તરીકે ઉપયોગ માટે છે કે નહીં એ જ કોઈને સમજાયું નથી.

offbeat news international news texas