કેરળ: ખેડુતે ઉગાડયું 51કિલોનું ફણસ,ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવશે નામ

14 May, 2020 08:08 PM IST  |  Kollam | Gujarati Mid-day Online Correspondent

કેરળ: ખેડુતે ઉગાડયું 51કિલોનું ફણસ,ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવશે નામ

તસવીર સૌજન્ય: એએનઆઈ

ભારતને અજાયબીઓનો દેશ કંઈ એમને એમ નથી કહેવાતો. હાલમાં જ કેરળના એક ખેડુતે આ બાબતને સાબિત પણ કરી બતાવી છે. ફણસની ખેતી કરતા એક ખેડૂતે એટલું વિશાળ ફણસ ઉગાડયું છે કે હવે તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની શક્યતા છે.

કેરળના કોલ્લમ સ્થિત એડમુલક્કલના એક ખેડૂત પરિવારે દુનિયાનું સૌથી ભારે ફણસ ઉગાડયું હોવાનો દાવો કર્યો છે. તેમને 51.4 કિલોનું ફણસ ઉગાડયું છે, જે વિશ્વમાં સૌથી ભારે છે.

પરિવારના સભ્ય જૉનકુટ્ટીએ કહ્યું હતું કે, મે ઝાડ પર જોયું કે એક બહુ મોટું ફણસ લટકી રહ્યું છે. જ્યારે એને નીચે ઉતાર્યું ત્યારેખ બર પડી કે એ સામાન્ય કરતા વધારે મોટું છે. આ ફણસનું વજન 51.4 કિલો છે. એટલે અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે એપ્લિકેશન કરી છે.

આ પહેલા પુણેમાં સૌથી ભારે ફણસ 42.72 કિલો હોવાનો રેકોર્ડ નોંધાયો છે.

kerala offbeat news kollam