ચાર્લ્સ-ડાયનાની વેડિંગ કેકની એક સ્લાઇસના ૫૦૦ પાઉન્ડ?

31 July, 2021 01:29 PM IST  |  Mumbai | Agency

કેન્ટ સ્થિત રૉયલ નેવી કુકિંગ સ્કૂલમાં હેડ બેકર ડેવિડ એવરીએ રૉયલ વેડિંગ માટે ૨૭ કેક બનાવી હતી અને એની બનાવટમાં ગુલાબ અને ઑર્કિડ્સ ઉપરાંત અન્ય અનેક આકર્ષક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

ચાર્લ્સ-ડાયનાની વેડિંગ કેકની એક સ્લાઇસના ૫૦૦ પાઉન્ડ?

પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાની વેડિંગ કેકનું ઑક્શન થોડા દિવસોમાં યોજાશે. ડેવિડ એવરી નામના બેકરે ૧૪ અઠવાડિયાંમાં બનાવેલી એ કેકની એક સ્લાઇસના ૫૦૦  પાઉન્ડ (અંદાજે ૫૨,૦૦૦ રૂપિયા) ઑક્શનમાં ઊપજે એવી શક્યતા દર્શાવાય છે. બ્રિટનના રાજવી પરિવારના એ લગ્ન ૧૯૮૧માં યોજાયાં હતાં. કેન્ટ સ્થિત રૉયલ નેવી કુકિંગ સ્કૂલમાં હેડ બેકર ડેવિડ એવરીએ રૉયલ વેડિંગ માટે ૨૭ કેક બનાવી હતી અને એની બનાવટમાં ગુલાબ અને ઑર્કિડ્સ ઉપરાંત અન્ય અનેક આકર્ષક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  
રાણી એલિઝાબેથના ઘરકામના સ્ટાફ-મેમ્બર કેક મોર્યા સ્મિથે કેક જાળવી હતી. તેમણે ૨૦૦૮માં એ કેક સલિબ્રિટીઝની યાદગીરીરૂપ વસ્તુઓના કલેક્શનના શોખીન વ્યક્તિને આપી હતી. એ લગ્નસંબંધ તો લાંબો ન ટક્યો, તેની કેક ૪૦ વર્ષે પબ્લિક ડિમાન્ડમાં છે. લગભગ પોણો કિલોથી સહેજ ઓછું વજન ધરાવતી એ કેકનું ઑક્શન ૧૧ ઑગસ્ટે નિર્ધારિત છે. એ ઑક્શનના સમાચારનું કવરેજ હફિંગ્ટન પોસ્ટમાં કરવામાં આવે છે. એ કેકનું 
વર્ણન કરવામાં આર્કબિશપ ઑફ કૅન્ટરબરીએ ‘જેના વિશે પરીકથાઓ રચાતી હોય એવો પદાર્થ’ એવા શબ્દો વાપર્યા હતા.

offbeat news