૫.૫ મીટર લાંબી અને ૩૭.૨ કિલોની દુનિયાની સૌથી મોટી બૉલપૉઇન્ટ પેન

11 May, 2022 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહેવાય છે કે કલમ તલવાર કરતાં વધુ શક્તિશાળી હોય છે. જોકે હૈદરાબાદની એક વ્યક્તિએ બનાવેલી બૉલપૉઇન્ટ પેનથી માત્ર શક્તિશાળી વ્યક્તિ જ લખી શકે.

૫.૫ મીટર લાંબી અને ૩૭.૨ કિલોની દુનિયાની સૌથી મોટી બૉલપૉઇન્ટ પેન

કહેવાય છે કે કલમ તલવાર કરતાં વધુ શક્તિશાળી હોય છે. જોકે હૈદરાબાદની એક વ્યક્તિએ બનાવેલી બૉલપૉઇન્ટ પેનથી માત્ર શક્તિશાળી વ્યક્તિ જ લખી શકે. આચાર્ય મકુનુરી શ્રીનિવાસે વાસ્તવમાં દુનિયાની સૌથી મોટી બૉલપૉઇન્ટ પેનનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. ૫.૫ મીટર લાંબી આ પેનનું વજન ૩૭.૨ કિલો છે. આ પેન વિશે વધુ એક મજેદાર વાત એ છે કે એના પર ભારતીય પૌરાણિક કથાઓનાં ચિત્રો કોતરવામાં આવ્યાં છે. 
શ્રીનિવાસે જણાવ્યું કે બાળપણમાં મારી માતા દ્વારા મને આપવામાં આવેલી પેનથી ઇન્સ્પાયર થઈને મેં આ પેન બનાવી છે. જોકે આ પેનથી લખવાનું હોય તો એને માટે ચાર-પાંચ લોકોની જરૂર પડે છે.

offbeat news