૪૫૫૦૦ વર્ષ જૂનું ગુફાઓમાં દોરાયેલું ભૂંડનું ચિત્ર ઇન્ડોનેશિયામાં મળ્યું

16 January, 2021 08:48 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

૪૫૫૦૦ વર્ષ જૂનું ગુફાઓમાં દોરાયેલું ભૂંડનું ચિત્ર ઇન્ડોનેશિયામાં મળ્યું

ભૂંડનું ચિત્ર

ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર એક પ્રાચીન ગુફાચિત્ર મળ્યું છે. જર્નલ ઑફ સાયન્સ ઍડ્વાન્સિસમાં પ્રકાશિત સંશોધન-લેખમાં અપાયેલી માહિતી અનુસાર જંગલી ભૂંડનું એ લાઇફસાઇઝ પેઇન્ટિંગ ૪૫,૫૦૦ વર્ષ જૂનું છે. ભૂંડના એ ચિત્રની ઉપર બે હાથની છાપ પણ છે. આ ગુફાચિત્ર ૨૦૧૭માં સરકારની સર્વે કરનાર ટીમ સાથે ગયેલા પીએચડીના વિદ્યાર્થી બસરન બુરહાને સુલાવેસીની લિયાંગ તેડોંગંજે ગુફામાં શોધ્યું હતું. પુરાતત્ત્વશાસ્ત્રીઓની દૃષ્ટિએ આ અત્યંત મહત્ત્વપૂર્ણ સંશોધન છે.  ૧૩૬ સેન્ટિમીટર લાંબું અને ૫૪ સેન્ટિમીટર પહોળું એ ચિત્ર અગાઉ કોઈ પણ પશ્ચિમી સંશોધકોના ધ્યાનમાં ન આવ્યું હોવાનું બુજિસ નામની સ્થાનિક આદિજાતિના લોકોએ જણાવ્યું હતું. સૌથી પ્રાચીન એવા ગુફા-ખડક પરનાં ચિત્રોમાં અગાઉની નોંધ ૪૩,૯૦૦ વર્ષ પૂર્વેના ચિત્રની છે. એ ચિત્ર પણ સંશોધનકારોની આ જ ટીમે સુલાવેસી ટાપુ પર શોધ્યું હતું.

offbeat news international news indonesia