✕

GTA 6 ગેમ રમવા ૪ દિવસની રજા મેળવવા માટે બેથી ૬ વર્ષ વધુ કામ કરવા તૈયાર થઈ ગયા ૪૩ સૈનિકો

22 November, 2026 10:49 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

GTA 6 રમવા માટે રજા મળવા ઉપરાંત આ સૈનિકોને નિયમ મુજબ સર્વિસ લંબાવવાનાં અન્ય પ્રોત્સાહનો પણ મળશે, જેમાં બોનસ અને કારકિર્દીની નવી તકોનો સમાવેશ થાય છે.

GTA 6 માટે રજા

ફેમસ વિડિયો-ગેમ ગ્રૅન્ડ થેફ્ટ ઑટો ૬ (GTA6) રમવા માટે અમેરિકાના ૪૩ સૈનિકોએ ચાર દિવસનો લાંબો વીકએન્ડ મેળવીને બદલામાં પોતાની સૈન્ય-કારકિર્દી લંબાવી હતી. જ્યૉર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટની નાઇન્થ બ્રિગેડ એન્જિનિયર બટૅલ્યનના ૪૩ સૈનિકોએ બેથી ૬ વર્ષ વધુ સૈન્ય-સર્વિસ આપવાના કરાર કર્યા હતા. લગભગ ૧૩૦ સૈનિકોને ખાસ રજાની ઑફર આપવામાં આવી હતી. કર્નલ ઍન્જલ ટૉમ્કોએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે શ્રેષ્ઠ પ્રતિભા જાળવી રાખવા માગીએ છીએ એટલે લોકપ્રિય વિડિયો-ગેમના લૉન્ચની આસપાસ આ અનોખી તક ઊભી કરવામાં આવી હતી. GTA 6 રમવા માટે રજા મળવા ઉપરાંત આ સૈનિકોને નિયમ મુજબ સર્વિસ લંબાવવાનાં અન્ય પ્રોત્સાહનો પણ મળશે, જેમાં બોનસ અને કારકિર્દીની નવી તકોનો સમાવેશ થાય છે.

united states of america international news world news offbeat news technology news tech news washington