રશિયાની ૩૫ વર્ષની મહિલાએ ૨૧ વર્ષના સાવકા દીકરા સાથે ઘર માંડ્યું

18 January, 2021 08:27 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયાની ૩૫ વર્ષની મહિલાએ ૨૧ વર્ષના સાવકા દીકરા સાથે ઘર માંડ્યું

મરીના બામશેવા સાવકા દીકરા વ્લાદીમિર શાવરીન જોડે

પશ્ચિમના દેશોમાં જે સંબંધોની આંટીઘૂંટી રચાતી હોય છે એ કદાચ ભારતીય પરિપેક્ષ્યમાં અતિવિચિત્ર કહી શકાય એવી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં રશિયામાં બન્યો છે. મરીના બામશેવા નામની એક મહિલા બ્લૉગરે પોતાના સાવકા દીકરા વ્લાદીમિર શાવરીન જોડે લગ્ન કરી લીધાં. જોકે લગ્ન કરવા પૂર્વે તે આ દીકરાના સંતાનને જન્મ આપવાની હતી. આ સંબંધથી દીકરીને જન્મ આપતાં પૂર્વે તેણે સાવકા દીકરા જોડે લગ્ન કરી લીધાં હતાં. ૩૫ વર્ષની બ્લૉગરે ૨૧ વર્ષના નવાનક્કોર પતિને સમોવડી નાજૂક દેખાય એ માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.

સોશ્યલ મીડિયા પર વજન ઉતારવા બાબતે સલાહ આપતાં બ્લૉગ લખતી વેઇટ લૉસ ઇન્ફ્લુએન્સર મરીના બામશેવા અને વ્લાદિમીર ‘વોવા’ શાવરીનનાં લગ્ન સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. વ્લાદિમીર મરીનાના ભૂતપૂર્વ પતિની આગલી પત્નીનો પુત્ર છે.

મરીનાએ વ્લાદિમીર જોડે પરણવા માટે પતિને છૂટાછેડા આપ્યા હતા. મરીનાએ સાવકા દીકરા દ્વારા રહેલા ગર્ભના સંતાનને જન્મ આપવાની કરેલી જાહેરાત ઇન્ટરનેટ - સોશ્યલ મીડિયા પર હૉટ ટૉપિક બની ગઈ છે.

મરીનાએ ૧૦ વર્ષના દામ્પત્ય પછી પોતાના પહેલા પતિ એલેક્સીને છૂટાછેડા આપ્યા હતા. મરીના સાથે એલેક્સીનાં બીજા લગ્ન હતાં. પહેલાં લગ્નનો પુત્ર વ્લાદિમીર એ વખતે માત્ર ૧૧ વર્ષનો હતો. તે હૉસ્ટેલમાં રહીને દૂરની યુનિવર્સિટીમાં ભણતો હતો અને એ રજાઓમાં ઘરે આવે ત્યારે તેને મોહિત કરીને પ્રેમજાળમાં ફસાવવાનો આરોપ એલેક્સીએ ભૂતકાળમાં મરીના પર મૂક્યો હતો.

offbeat news international news russia