૩ વર્ષની બાળકી ૧૦ મિનિટમાં ૧૮ યૉગર્ટ ખાઈ ગઈ

21 October, 2019 08:53 AM IST  |  મુંબઈ

૩ વર્ષની બાળકી ૧૦ મિનિટમાં ૧૮ યૉગર્ટ ખાઈ ગઈ

૩ વર્ષની બાળકી ૧૦ મિનિટમાં ૧૮ યૉગર્ટ ખાઈ ગઈ

આ કોઈ કૉમ્પિટિટિવ ઇટિંગ સ્પર્ધાની વાત નથી થઈ રહી, કેમ કે ત્રણ વર્ષ જેટલાં નાનાં બાળક માટે હજી સુધી દુનિયામાં આવી કોઈ સ્પર્ધા શરૂ નથી થઈ. જોકે આવું થાય તો ઓલિવિયા નામની ૩ વર્ષની આ ટબૂકડી ચોક્કસ બાજી મારી જાય એ વાત નિશ્ચિત છે. વાત એમ છે તેના પપ્પા તેને થોડીક વાર માટે રેઢી મૂકીને ગાર્ડનમાં કામ કરવા ગયા હતા. તેમને હતું કે દસ મિનિટ ગાર્ડનિંગ કરી લઉં ત્યાં સુધીમાં ઓલિવિયા ઘરમાં રમશે. જોકે બહેનને લાગેલી ભૂખ.

આ પણ વાંચોઃ એક એવું રેસ્ટોરેન્ટ, જ્યાં ગ્રાહકોને આપવામાં આવે છે ટૉયલેટનું પાણી

પપ્પા જેવા બહાર ગયા કે તેણે તરત ફ્રીઝ ખોલ્યું અને એમાં પડેલાં યૉગર્ટની બૉટલ્સ ઝાપટવાનું શરૂ કરી દીધું. એક પછી એક તેણે યૉગર્ટની ડબલીઓ ખાલી કરવી શરૂ કરી. દસેક મિનિટ બાદ તેના પપ્પા ઍરોન વાયોલ ઘરમાં આવ્યા અને જોયું તો દીકરીએ ૧૮ યૉગર્ટની ડબલીઓ ખાલી કરી નાખી હતી. તેને નવાઈ લાગી કે આટલી ગણતરીની મિનિટોમાં તેની દીકરી આટલુંબધું યૉગર્ટ ખાઈ કઈ રીતે ગઈ? પહેલાં તેણે પૂછ્યું કે શું બધું તું જ ખાઈ ગઈ? તો બહેને નિર્દોષતાપૂર્વક હા પાડી અને જાણે હજી વધુ જોઈતું હોય એમ ચમચી લાંબી કરી. ઍરોને દીકરીની આ ક્યુટ હરકતની તસવીરો લઈને સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. 

offbeat news hatke news