પૉર્ન ફિલ્મ જોવા કલાકના ૧૫૫૯ રૂપિયાની નોકરી મળી આ બહેનને

20 June, 2022 08:08 AM IST  |  Greenock | Gujarati Mid-day Correspondent

આ નોકરીમાં તેણે સેક્સ પોઝિશન, અવધિ, ઑર્ગેઝમની સંખ્યા, વાળના રંગનું વિતરણ અને ભાષા વિતરણ જેવી બાબતોની માહિતી એકત્ર કરવાની રહેશે

રેબેકા ડિક્સ

સ્કૉટલૅન્ડના ગ્રીનોકની ૨૨ વર્ષની રેબેકા ડિક્સને ૯૦,૦૦૦ અરજદારોને હરાવીને  પૉર્ન રિસર્ચ કંપની બૅડબિબલ કંપનીની નોકરી મેળવી છે. તેને કલાકના ૨૦ ડૉલર (લગભગ ૧૫૫૯ રૂપિયા)નું વેતન મળશે. આ નોકરીમાં તેણે સેક્સ પોઝિશન, અવધિ, ઑર્ગેઝમની સંખ્યા, વાળના રંગનું વિતરણ અને ભાષા વિતરણ જેવી બાબતોની માહિતી એકત્ર કરવાની રહેશે. રેબેકા ડિક્સનનું કહેવું છે કે આટલા બધા અરજદારોમાંથી મને પસંદ કરવામાં આવી એ વાતનું આશ્ચર્ય જરૂર છે.

બૅડબિબલના સહસ્થાપક જેકબ બેગરે રેબેકા ડિક્સનની પસંદગી વિશે કહ્યું હતું કે તે ખૂબ ખુલ્લા વિચારો ધરાવતી મહિલા છે. તેની અરજીમાં તેણે સાહસ કરવાનું પસંદ હોવાનું જણાવ્યું હતું. 

offbeat news international news