પેટના દુખાવાને બદલે વાળ વધારવાની દવા અપાતાં ૨૦ બાળકોના આખા શરીર પર વાળ

05 December, 2020 08:24 AM IST  |  Mumbai | Mumbai correspondent

પેટના દુખાવાને બદલે વાળ વધારવાની દવા અપાતાં ૨૦ બાળકોના આખા શરીર પર વાળ

પેટના દુખાવાને બદલે વાળ વધારવાની દવા અપાતાં ૨૦ બાળકોના આખા શરીર પર વાળ

સ્પેનનાં ૨૦ બાળકોના શરીર પર અચાનક જ વેરવુલ્ફ સિન્ડ્રૉમનાં ચિહ્‍નો જોવા મળ્યાં હતાં. અચાનક જ આ બાળકોના હાથ, પગ, પીઠ તેમ જ છાતી પર મળી લગભગ આખા શરીરે વાળ ઊગવા માંડ્યા હતા. આમ થવાનું કારણ તપાસતાં અજીબ હકીકત બહાર આવી હતી.
વાસ્તવમાં પેટના દુખાવાની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગયેલાં આ બાળકોને જે દવા આપવામાં આવી એમાં પેટની તકલીફ માટે આપવામાં આવતી ઓમેપ્રોઝોલને બદલે વાળના વિકાસને ઉત્તેજિત કરતા મિનોક્સિડિલ નામની દવા આપવામાં આવી હતી. હકીકતમાં કૅપ્સ્યૂલ ગળી શકે એટલાં મોટાં બાળકો ન હોવાથી તેમને સીરપના ફૉર્મમાં દવા આપવામાં આવી હતી અને દવા બનાવનારી કંપનીની ભૂલને કારણે ગ્રેનેડા અને વેલેન્સિયાની ફાર્મસીમાં બૉટલ પરના લેબલિંગમાં ગોટાળાવાળી દવા પહોંચવાને કારણે આ તકલીફ થઈ હતી. જે બાળકોમાં આ તકલીફ જોવા મળી છે તેઓના વાળ વધવાની સમસ્યા હજી પણ છે.

international news spain offbeat news